Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ બહુ સરસ- 24 કલાકમાં વંદે ભારત ટ્રેન ફરી એકવાર રીપેર થઈને દોડવા માટે તૈયાર થઈ ગઈ-ગઈકાલે ભેંસ સાથે અથડાવાને કારણે નુકસાન પહોંચ્યું હતું- જુઓ વિડીયો અને ફોટા

News Continuous Bureau | Mumbai

દેશની ત્રીજી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) ફરી એકવાર પાટા પર દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. એક દિવસ પહેલા ભેંસ (cattle) સાથે અથડાયા બાદ ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું, જે હવે રીપેર કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

 

પશ્ચિમ રેલવે(Western Railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે, અકસ્માતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગ અને માઉન્ટિંગ બ્રેકેટને નુકસાન થયું હતું, જેને મુંબઈ સેન્ટ્રલ(Mumbai Cnetral)ના કોચ કેર સેન્ટરમાં રીપેર કરવામાં આવ્યું છે. જોકે તેના કોઈ ફંકશનલ પાર્ટ(Functional Part)ને નુકસાન થયું નથી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગર(Maninagar) જતી વખતે અકસ્માત(Accident)નો ભોગ બની હતી. બે સ્ટેશન વચ્ચેની રેલવે લાઇન પર ભેંસોનું ટોળું આવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાને કારણે ટ્રેનને થોડીવાર માટે ઘટનાસ્થળે રોકી દેવામાં આવી હતી, બાદમાં તપાસ બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન પર રવાના કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : દે ધનાધન યા ઢીશુમ-ઢીશુમ – મુંબઈની લોકલ ટ્રેનમાં ફિલ્મ શોલેના દ્રશ્યો સર્જાયા- મહિલાઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ

ઉલ્લેખનીય છે કે દેશની ત્રીજી સ્વદેશી નિર્મિત હાઇ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ છ દિવસ પહેલા ગાંધીનગર સ્ટેશનથી લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડી રહી છે.  

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version