Site icon News Continuous Bureau | Mumbai

આગામી ત્રણથી ચાર અઠવાડિયા મુંબઈ માટે નિર્ણાયક બનશે.. કોવિડ -19 પરિસ્થિતિ અંગે બીએમસી કમિશનર નું મોટું બયાન.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020

શિયાળાની શરૂઆત થતાં જ દેશના અનેક રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. હવે પછીના દિવસોમાં મુંબઈમાં કોઈ નવા પ્રતિબંધો નહીં આવે પરંતુ આગામી ત્રણથી ચાર અઠવાડિયા નિર્ણાયક છે. બીએમસી સંભવત ત્રણથી ચાર અઠવાડિયા પછી પરિસ્થિતિની સમીક્ષા કરશે અને પછી ફરીથી નિર્ણય લેવાશે. 

Join Our WhatsApp Channel

મનપા કમિશનરે આ અંગે જણાવ્યું કે, ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર તરફથી સૂચના મળી છે કે, વોર્ડ કક્ષાથી કોર્પોરેટ કક્ષા સુધી કોરોના વાયરસ રસી કેવી રીતે આપવામાં આવશે તેની યોજના બનાવવામા આવે. સૂચનાઓ એકવાર આવ્યા પછી મનપા આગળ વધવાની તૈયારી કરશે. મુખ્ય ફોક્સ ઝૂંપડપટ્ટીના ગરીબ નાગરિકો પર રહેશે અને અમે તેમને પ્રાધાન્યતા આપશું. એમ પણ મનપા કમિશનરે જણાવ્યું હતું.

મુંબઈમાં રસી વિતરણ અભિયાન એક સાથે સેંકડો સ્થળોએ શરૂ થશે. કોરોનાવાયરસ યોદ્ધાઓ, વરિષ્ઠ નાગરિકો અને અન્યનું વર્ગીકરણ કરવામાં આવશે. યોજના લગભગ તૈયાર છે અને અન્ય વિગતો પર કામ કરવામાં આવી રહ્યું છે. એવો દાવો મનપા કમિશનર ચહલે કર્યો છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version