રાષ્ટ્રીય તપાસ એજન્સી એ મુંબઇમાં અંબાણીની નિવાસ એન્ટિલિયાની જાસૂસી મામલે વધુ એક પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર સુનીલ માનેની ધરપકડ કરી.
અંબાણીની સુરક્ષાને જોખમમાં મૂકવા અને મનસુખ હિરેનની હત્યા મામલે એમઆઇએએ માનેને ગુરુવારે પુછપરછ માટે બોલાવ્યા હતા. કેસમાં તેમની સંડોવણી જણાતા માનેની ધરપકડ કરવામાં આવી છે.
તેના પર આ મામલે પરુવા નષ્ટ કરવામાં સચિન વઝેની મદદ કરવાનો આરોપ છે. અગાઉ મુંબઇ પોલીસના બે મોટા પોલીસ અધિકારી સચિન વાઝે અને રિયાઝ કાઝી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.
આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન 'નોટ એલાઉડ'