Site icon

રાતના જલદી ઘરે પહોંચી જજો-આજે સેન્ટ્રલ રેલવેમાં આ સ્ટેશનો વચ્ચે પાંચ કલાકનો રહેશે બ્લોક-જાણો વિગત 

News Continuous Bureau | Mumbai 

આજે મોડી રાત સુધી ફરીને ટ્રેનમાં ઘરે જવાનું પ્લાનિંગ કરતા હોય તો ધ્યાનમાં રાખજો. આજે સેન્ટ્રલ રેલવેએ(Central Railway) રાતનો બ્લોક(Night Block) હાથ ધરવાની છે. તેથી અનેક ટ્રેનોને(Trains) અસર થવાની છે.

Join Our WhatsApp Community

 સેન્ટ્રલ રેલવેમાં રેલવે ટ્રેક(Railway track) અને સિગ્નલિંગ યંત્રણાના(Signaling mechanism) મેઈન્ટેનન્સ માટે ભાયખલા-માટુંગા(Byculla-Matunga) વચ્ચે અપ ફાસ્ટ લાઈનમાં આજે રાતના 11.30 વાગ્યાથી રવિવારે સવારના 4.30 વાગ્યા સુધી પાંચ કલાક તથા ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 12.40 વાગ્યાથી રવિવારે સવારના 5.40 વાગ્યા સુધી પાંચ કલાકનો  બ્લોક રહેશે.

રવિવારે સવારે 5.20 વાગ્યાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી(CSMT) નીકળનારી ડાઉન ફાસ્ટ સર્વિસને ભાયખલા અને માટુંગા સ્ટેશનો(Railway station) વચ્ચે ડાઉન ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે, જે તેના નિર્ધારિત હૉલ્ટ(Halt) પર અટકશે અને નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી પહોંચશે.

થાણેથી 10.58 કલાકથી 11.15 કલાક સુધી ઉપડતી અપ ફાસ્ટ સેવાઓને માટુંગા અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે, જે નિર્ધારિત હૉલ્ટ પર અટકશે અને તેમના ગંતવ્ય સ્થાને નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી પહોંચશે.
મેલ/એક્સપ્રેસ ટ્રેનોના(Mail / Express trains) રૂટના પણ ડાયવર્ઝન રહેશે. ડાઉન  મેલ/એક્સપ્રેસ ટ્રેન 12051 CSMT-મડગાંવ જન શતાબ્દી એક્સપ્રેસને(Jan Shatabdi Express) ભાયખલા અને માટુંગા સ્ટેશનો વચ્ચે ડાઉન ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને દાદર પ્લેટફોર્મ(Railway Platform) નંબર 1 પર ડબલ હોલ્ટ પર રોકાશે અને સમયપત્રક કરતાં 10 થી 12 મિનિટ મોડી રોહા પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો- મુંબઈમાં પાણીની કટોકટી ગંભીર- આ સોમવારથી શહરેમાં આટલા ટકા પાણીકાપ

અપ મેલ/એક્સપ્રેસ ટ્રેનો 11058 અમૃતસર-સીએસએમટી એક્સપ્રેસ(Amritsar-CSMT Express), 11020 ભુવનેશ્વર-સીએસએમટી કોણાર્ક એક્સપ્રેસ(Bhubaneswar-CSMT Konark Express) અને 12810 હાવડા-મુંબઈ મેલને(Howrah-Mumbai Mail) માટુંગા અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અપ સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને દાદર પ્લેટફોર્મ નંબર પર ડબલ હોલ્ટ પર રોકાશે. તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. શેડ્યૂલ કરતા 10-15 મિનિટ મોડી હશે.

રવિવાર 26 જૂનના હાર્બર લાઇન પર મેગા બ્લોક રહેશે. જેમાં  શિવાજી મહારાજ ટર્મિનસ – ચુનાભટ્ટી/બાંદ્રા ડાઉન હાર્બર લાઇન સવારે 11.40 થી સાંજે 4.40 સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અપ હાર્બર લાઇન સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી આ બ્લોક રહેશે. ડાઉન  હાર્બર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડથી વાશી/બેલાપુર/પનવેલ માટે સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી અને બાંદ્રા/ગોરેગાંવથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.48 થી સાંજે 4.43 વાગ્યા સુધીની લાઇન સેવાઓ રદ રહેશે.

 રવિવારે સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી પનવેલ/બેલાપુર/વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ માટે ઉપડતી હાર્બર લાઇન અને ગોરેગાંવ/બાંદ્રાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ સુધી સવારે 10.45 થી સાંજે 5.13 વાગ્યા સુધી અપ હાર્બર લાઇનની સેવાઓ રદ રહેશે.

 જોકે, બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ અને કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવાઓ ચાલશે.

હાર્બર લાઇનના મુસાફરોને સવારે 10.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીના બ્લોક સમયગાળા દરમિયાન મેઇન લાઇન અને પશ્ચિમ રેલવે પર મુસાફરી કરવાની છૂટ છે.
 

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version