ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા નાઈટ બ્લોકની જાહેરાત કરવામાં આવી છે.
આ નાઈટ બ્લોક શનિવાર, 4 સપ્ટેમ્બરની રાત્રે બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર 00.00 કલાકથી 04.00 કલાક સુધી એટલે કે ચાર કલાકનો રહેશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જારી કરેલી અખબારી યાદી અનુસાર, બ્લોક દરમિયાન બોરીવલી અને ગોરેગાંવ સ્ટેશન વચ્ચેની તમામ ફાસ્ટ લાઇન ટ્રેનો ધીમી લાઇન પર દોડાવવામાં આવશે.
જોકે રવિવાર, 5 સપ્ટેમ્બર, 2021 ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર જમ્બો બ્લોક રહેશે નહીં.
