ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇ શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં પ્રકોપને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારના ટાસ્ક ફોર્સની એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સથી ભાગ લીધો હતો. ગત ૪૮ કલાકમાં મુંબઈ શહેરમાં કોરોના ના કેસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ કારણથી એવું માનવામાં આવી રહ્યું છે કે નવા વર્ષના સેલિબ્રેશનને ધ્યાનમાં રાખીને મુંબઈ શહેરમાં નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. જો કે આ સંદર્ભે તેની સત્તાવાર જાહેરાત શુક્રવારે થઈ શકે તેમ છે. વેપારીઓ તેમજ લોકો તરફથી દબાણ છે કે આવા કોઈ પણ પ્રકારના કરફ્ર્યુ ને લાગુ ન કરવામાં આવે. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આગામી દસ દિવસ માટે મુંબઈ શહેરમાં નાઇટ કર્ફ્યુ લાગુ થઈ શકે છે.
