Site icon

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો વિચિત્ર અકસ્માત- ટ્રકે એક બે વાહનોને નહીં પણ 9 વાહનોને લીધા અડફેટે- આટલા લોકો થયા ઘાયલ 

News Continuous Bureau | Mumbai

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોરઘાટ ખાતે નવ વાહનોનો એક વિચિત્ર અકસ્માત થયો છે. મળતી વિગતો મુજબ આ અકસ્માત ગઈકાલે (સોમવારે) બપોરે થયો હતો. ઝડપભેર ચાલતી ટ્રકની બ્રેક ફેઈલ થવાના કારણે નવ વાહનોને અકસ્માત નડ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. જોકે, બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, મુંબઈ-પુના હાઈવે પર બોરઘાટ ખાતે સોમવારે, બપોરે 3 વાગ્યાની આસપાસ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ઠેકુ ગામની સીમમાં ઢાળ પર ટ્રકની બ્રેક ફેલ થતાં મુંબઈ તરફ આવી રહેલા ટ્રક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી તેણે નવ વાહનોને ટક્કર મારી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફલાઇન એવી લોકલ ટ્રેનો થઈ પ્રભાવિત- સેન્ટ્રલ રેલવે લાઈનના આ હાલ છે

પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ત્યારપછી કાર એસટી બસ અને અન્ય સાત વાહનો સાથે ટકરાઈ હતી. જેમાં એસટી બસને જોરદાર ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સાથે જ પાછળથી પુર ઝડપે આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાતા આ અકસ્માતમાં દસ જેટલા વાહનોને નુકસાન થયું છે.

આ ભયંકર અકસ્માતને કારણે મુંબઈ તરફનો ટ્રાફિક અડધા કલાકથી વધુ સમય સુધી ખોરવાઈ ગયો હતો. મુંબઈ પુણે એક્સપ્રેસ રૂટ પર IRB, એન્જલ સિસ્ટમની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. જે બાદ હાઈવે પરનો વાહનવ્યવહાર સુચારૂ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં બોરઘાટ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- બાંદ્રા ટર્મિનસ યાર્ડમાં આટલા કલાકનો ટ્રાફિક બ્લોક- આજે અને આવતી કાલે ભુજ-બાંદ્રા અને સુરત-બાંદ્રા ટ્રેન આ સ્ટેશન સુધી જ દોડશે

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version