Site icon

સારા સમાચાર: મુંબઈમાં રસીકરણ અભિયાન પૂરઝડપે, શહેરમાં હવે ફક્ત આટલા ટકા લોકોની વેક્સિનેશન બાકી. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 11 નવેમ્બર  2021 
ગુરુવાર.

કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા વેક્સિનેશન અભિયાનને ભરપૂર સફળતા મળી છે. મુંબઈમાં હવે ફક્ત 1 ટકા મુંબઈગરાની વેક્સિન લેવાની બાકી છે. તો 18 વર્ષથી ઉપરના લોકોની કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લેનારાની સંખ્યા 99 ટકા છે તો બીજો ડોઝ લેનારાની સંખ્યા 63 ટકા પર પહોંચી ગઈ છે. આ દરમિયાન 2થી 18 વર્ષના વય ગ્રુપના 33 લાખ બાળકોનું વેક્સિનેશન હજી બાકી છે.

Join Our WhatsApp Community

વોર્ડની ફેરરચનાથી પૂર્વ ઉપનગરમાં અને પશ્ચિમ ઉપનગરમાં આટલા વોર્ડની સંખ્યા વધશે. જાણો વિગત.

દેશભરમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી. મુંબઈમાં લગભગ 92,36,500 પાત્રતા ધરાવતા નાગરિકો કોરોનાની વેક્સીન માટે પાત્ર છે. તેમાંથી 10 નવેમ્બર 2021ના સાંજના છ વાગ્યા સુધી 92,04,950  (99 ટકા) લોકોએ પહેલો ડોઝ તો 58,62,933 (63 ટકા) બીજો ડોઝ લીધો છે.
16 જાન્યુઆરી, 2021થી વેક્સિનેશન ચાલુ થયા બાદ 5 મે 2021 સુધી 25 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. 26 જૂન 2021 રોજ 50 લાખ, 7 ઓગસ્ટ સુધી 75 લાખ, ચાર સપ્ટેમ્બર સુધી 1 કરોડ, 28 સપ્ટેમ્બર સુધી 1 કરોડ 25 લાખ અને 10 નવેમ્બર સુધી 1 કરોડ 50 લાખ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version