મુંબઈમાં આજે સતત બીજા દિવસે સરકારી તેમજ મુંબઈ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.
કોરોના પ્રતિબંધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત પૂરતા પ્રમાણમાં રસીનો ડોઝ ઉપલબ્ધ ન હોવાથી રસીકરણ કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતા જ યોગ્ય નિર્ણય લઈ મુંબઈગરાને જાણકારી અપાશે અને રસીકરણ ફરી શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે જુલાઇમાં ત્રણ અઠવાડિયામાં આ ચોથી વખત છે કે મુંબઈમાં રસીકરણ કેન્દ્રો બંધ કરાયા છે.
મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ.. જાણો વિગત
