Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે! સેન્ટ્રલ રેલવે લાઇન આ સ્ટેશનો વચ્ચે આજથી ત્રણ દિવસ માટે લોકલ ટ્રેનો રદ્દ, મુસાફરોને થશે હાલાકી.

આજથી ત્રણ દિવસ માટે કર્જત-ખોપોલી લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

no local trains will run between karjat and khopoli for 3 days

યાત્રી કૃપયા ધ્યાન દે! સેન્ટ્રલ રેલવે લાઇન આ સ્ટેશનો વચ્ચે આજથી ત્રણ દિવસ માટે લોકલ ટ્રેનો રદ્દ, મુસાફરોને થશે હાલાકી.

  News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ રેલવેએ કર્જત યાર્ડ સુધારણા માટે આજથી આગામી ત્રણ દિવસ (9 મે 2023- 11 મે 2023) માટે વિશેષ પાવર અને ટ્રાફિક બ્લોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન યાંત્રિક કામો કરવામાં આવશે અને અપ, ડાઉન અને મિડલ રૂટ પર સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે કર્જત-ખોપોલી ટ્રીપ ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે. રેલવે પ્રશાસને મુસાફરોને પડેલી અસુવિધા માટે માફી માંગી છે અને નવું સમયપત્રક જાહેર કર્યું છે.

Join Our WhatsApp Community

કર્જતથી બપોરે 12.00 અને 1.15 કલાકે ઉપડતી ખોપોલી લોકલ અને ખોપોલીથી સવારે 11.20 અને 12.40 કલાકે ઉપડતી કર્જત લોકલ બ્લોક સમયગાળા દરમિયાન રદ કરવામાં આવશે. જેના કારણે બપોરના સમયે કર્જત અને ખોપોલી વચ્ચે મુસાફરોને હાલાકી પડશે. ટ્રેન નંબર 22731 હૈદરાબાદ-મુંબઈ એક્સપ્રેસ બે કલાકથી વધુ મોડી દોડશે અને 12164 ચેન્નઈ સેન્ટ્રલ-એલટીટી એક્સપ્રેસ 20 મિનિટ મોડી દોડશે.

આ સમાચાર પણ વાંચો : હાર્ટ એટેક બન્યો જીવલેણ, ઉદ્ધવ ઠાકરેના આ સૌથી નજીકના નેતાનું થયું નિધન, ઠાકરે જૂથમાં શોકની લહેર..

Mob of Hawkers Attacks BMC Team: કાંદિવલીમાં ગેરકાયદે ફેરિયાઓનો આતંક: દબાણ હટાવવા ગયેલી BMCની ટીમ પર હિંસક હુમલો, સરકારી વાહનોમાં તોડફોડ.
Kalyan: રેલ્વે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પર પેવર બ્લોકથી જીવલેણ હુમલો, જૂની અદાવતમાં ૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ.
Mumbai: વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક, કાર ચાલકે આપી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી.
BMC Demolition Drive in Jogeshwari: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા કાર શોરૂમનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
Exit mobile version