Site icon

સારા સમાચારઃ ભક્તો પરથી વિઘ્ન હટ્યું, ઓનલાઈન બુકિંગ વગર થઈ શકશે ગણપતિ બાપ્પાના દર્શન; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આખરે બે વર્ષ બાદ ગણશેભક્તોને સિદ્ધિવિનાયક મંદિરમાં (Shri Siddhi Vinayak Ganapati Mandir) દર્શન કરવા માટે ઓનલાઈન બુકિંગ કરવાથી છૂટકારો મળ્યો છે. હવે ભક્તો સીધા મંદિરે પહોંચીને પણ ગણપતિ બાપ્પાના વગર કોઈ વિધ્ને દર્શન કરી શકશે.

Join Our WhatsApp Community

કોરોના મહામારીને પગલે અગાઉ ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા. ત્યારબાદ જોકે મંદિરનો અનેક પ્રતિબંધો હેઠળ ફરી ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રભાદેવીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોને દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરીને ક્યુઆર કોડ લઈને જ પ્રવેશ આપવામાં આવતો હતો. તેને કારણે અનેક સિનિયર સિટિઝન સહિતના લોકોને મંદિરમાં જવાને ભારે અડચણો આવતી હતી.

હવે રાજ્યમાં કોરોના પ્રતિબંધક તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસને પણ મંદિરોમાં ભક્તોને માટે મુકવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની સાથે જ ઓનલાઈન દર્શન બુક કરવાની સિસ્ટમને બંધ કરી છે.

આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે!!! આ બે સ્ટેશનો વચ્ચેના કામને પગલે મુંબઈથી ઉત્તર તરફ આવનારી- જનારી ટ્રેનો પડશે મોડી. જાણો વિગતે

સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટ આદેશ બાંદેકરે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે સરકારી ગાઈડલાઈન મુજબ તમામ નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. ભક્તો હવે સીધા મંદિર આવીને પણ ગણપતિ બાપ્પાને દર્શન કરી શકશે. જોકે એ સાથે જ ઓનલાઈન બુકિંગની સગવડ પણ ચાલુ રાખવામાં આવી છે. ભક્ત ઓનલાઈન બુકિંગ કરીને પણ દર્શન માટે આવી શકે છે. 

મંદિરના ટ્રસ્ટે ઓનલાઈન બુકિંગ પદ્ધતિ બંધ કરી છે, તેથી મંદિરમાં લગભગ બે વર્ષના લાંબા ગાળા બાદ ભક્તોના ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે મંદિરમાં આવી રહ્યા છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version