Site icon

મુંબઈમાં પહેલી મેથી માંગે તેને પાણી પણ 12,000 મુંબઈગરાને કોઈ હિસાબે પાણી મળશે નહીં. જાણો કેમ?

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર દિન(Maharashtra Day) એટલે કે પહેલી મેથી મુંબઈ(Mumbai)માં ‘વોટર ફોર ઓલ’ (Water for all)એટલે માંગે તેને પાણી આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે(MVA Govt.) કરી છે. એટલે કે ગેરકાયદેઝૂંપડાથી(illegal hut) લઈને એનઓસી વગરની બિલ્ડિંગના રહેવાસીઓને પણ પાણી મળશે. પરંતુ મુંબઈ(Mumbai)ના લગભગ 12,000 લોકોને કોઈ હિસાબે પાણી નહીં આપવામાં આવે એવો દાવો પ્રશાસને કર્યો છે.

Join Our WhatsApp Community

પાણી મૂળભૂત અધિકાર માંગે તે તમામને પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મુંબઈ(Mumbai)ની ગેરકાયદે ઈમારતમાં રહેતા લગભગ 12,000 લોકોને પાણી આપવામાં આવશે નહીં એવી જાહેરાત પાલિકા (BMC)એ કરી છે.

આ સમાચાર પણ વાંચો : ગોવા જવાનો છો? કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ શકો છો. મુંબઈ-ગોવા હાઈવે રોજ આટલા કલાક રહેવાનો છે બંધ.. જાણો વિગતે

મુંબઈ(Mumbai)ના 24 વોર્ડમાં લગભગ 224 ઈમારતો જોખમી છે. ગમે ત્યારે પડી જાય એવી હાલતમાં છે. આ ઈમારતના રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. છતાં અમુક લોકો બિલ્ડિંગ ખાલી કરી નથી. કોઈ દુર્ઘટના થઈ તો પાલિકા(bmc) જવાબદાર નહીં હોય એવી ચેતવણી આપ્યા બાદ પણ લોકો જોખમી ખાલી કરતા નથી. 

આવી જોખમી ઇમારત સી-વન કેટેગરી એટલે કે અત્યંત જોખમી હાલતમાં છે. ગમે ત્યારે પડી જાય એવી હાલતમાં છે. તેથી તેના રહેવાસીઓને કોઈ પણ હિસાહે પાણીનું જોડાણ આપવામાં આવશે નહીં એવું પાલિકાના એડિશનલ કમિશનર(additional commissioner) પી.વેલરાસુએ કહ્યું હતું.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version