Site icon

મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય

15% water cut across Mumbai for 30 days from Friday

ભર ઉનાળે મુંબઈગરા માથે પાણીકાપનું સંકટ. એક મહિના સુધી આખા શહેરમાં રહેશે આટલા ટકા પાણી કપાત.

News Continuous Bureau | Mumbai

આજે (મંગળવારે) મલાડ(Malad) અને કાંદિવલી(kandivali) પશ્ચિમ વિસ્તારોમાં પાણી પુરવઠો (Water supply) સંપૂર્ણપણે બંધ રહેશે. પ્રાપ્ત જાણકારી મુજબ  મુંબઈ મહાનગરપાલિકા(BMC) દ્વારા સોમવારે, રાત્રે 10 વાગ્યાથી મલાડ(Malad)માં પાઈપલાઈન ના વાલ્વ બદલાવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ સોમવારથી 18 ઓક્ટોબર, મંગળવારના 24 કલાક દરમિયાન ચાલવાનું છે. તેથી આજે આખો દિવસ મલાડ અને કાંદિવલીમાં સંપૂર્ણપણે પાણીપુરવઠો બંધ રહેશે.

Join Our WhatsApp Community

પાલિકાના જણાવ્યા મુજબ મલાડ (પશ્ચિમ)માં માલવણી પ્રવેશદ્વારા એક, રાધાકૃષ્ણ હોટલ સામે માર્વે માર્ગ પર નવેસરથી નાખવામાં આવેલી 750 મિલી મીટર અને 600 મિલીમીટર વ્યાસની પાઈપલાઈન(water pipeline)ને જોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામ મંગળવાર, 18 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેથી આ ૨૪ કલાક દરમિયાન મલાડ (વેસ્ટ) ડિવિઝનમાં મઢ, માલવણી, જનકલ્યાણ નગર, મનોરી, ગોરાઈ અને કાંદિવલી (વેસ્ટ) ડિવિઝનમાં છત્રપતિ શિવાજી મહારાજ કોમ્પ્લેક્સ અને ન્યુ મ્હાડા પરિસરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો : WWE પાર્ટ – 2- રોયલ રમ્બલ જેવી ફાઇટ- એ પણ મહિલાઓ વચ્ચે- જુઓ વાયરલ વિડીયો 

આ ઉપરાંત, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) એ પણ KDMCના 12મા અને મોહિલી જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં વિદ્યુત અને યાંત્રિક સાધનોના સમારકામ અને જાળવણીના કામને કારણે 18 ઓક્ટોબરના રોજ 12 કલાકના પાણીકાપની જાહેરાત કરી હતી. આ કામના પગલે KDMC હેઠળ, કલ્યાણ (પશ્ચિમ), કલ્યાણ (પૂર્વ), વડવલી, શહાદ અને ટીટવાલા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version