Site icon

Mumbai Twin Tunnel : હવે બોરીવલીથી થાણે 20 મિનિટમાં પહોંચી શકાશે, પીએમ મોદીના હસ્તે આ તારીખે થઈ શકે છે ટ્વીન ટનલનો શિલાન્યાસ- અહેવાલ..

Mumbai Twin Tunnel : આ ટ્વિન ટનલ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે, જ્યાં 18 આરક્ષિત વન્યજીવ પ્રજાતિઓના ઘરો છે. આ ટનલથી થાણે અને બોરીવલી વચ્ચેનો પ્રવાસ સમય વર્તમાન એક કલાકથી ઘટાડીને 20 મિનિટ થઈ જશે.

Now from Borivali to Thane can be reached in 20 minutes, the foundation stone of the twin tunnel can be laid on this date by the hands of PM Modi

Now from Borivali to Thane can be reached in 20 minutes, the foundation stone of the twin tunnel can be laid on this date by the hands of PM Modi

News Continuous Bureau | Mumbai

Mumbai Twin Tunnel : મુંબઈમાં થાણે-બોરીવલી ટ્વીન ટનલ માટે નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડની ( National Wildlife Board ) મંજૂરી મળતાની સાથે, એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. કે મહારાષ્ટ્ર સરકાર 19 ફેબ્રુઆરીએ આ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ સમારોહ હાથ ધરી શકે છે. આ દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) રાજ્યની મુલાકાતે આવવાના છે. તેથી તેમના હસ્તે જ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થાય તેવી સંભાવના છે. 

Join Our WhatsApp Community

એક રિપોર્ટ મુજબ, આ ટ્વિન ટનલ ( Thane-Borivali Twin Tunnel ) સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ( SGNP ) પસાર થશે, જ્યાં 18 આરક્ષિત વન્યજીવ પ્રજાતિઓના ઘરો છે. આ ટનલથી થાણે અને બોરીવલી વચ્ચેનો પ્રવાસ સમય વર્તમાન એક કલાકથી ઘટાડીને 20 મિનિટ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટનો શિલાન્યાસ સમારોહ 12 જાન્યુઆરીએ થવાનો હતો, જ્યારે પીએમ મોદીએ ‘અટલ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ મંજૂરીની રાહ જોવાતી હોવાથી તેને મોકૂફ રાખવો પડ્યો હતો.

 શું છે આ મુ્દ્દો..

-મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 2015માં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જ્યારે તેઓ જાહેર બાંધકામ વિભાગ સંભાળતા હતા.

-મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ), જેણે મુંબઈ અને નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. તેમને નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડ તરફથી મંજૂરી મળી હતી.

આ સમાચાર પણ વાંચો :  LIC Share: રોકાણકારો થયા માલામાલ.. આ શેર પ્રથમ વખત રુ. 1000 ને પાર.. છેલ્લા છ મહિનામાં આપ્યુ આટલા ટકાનું વળતર..

-આ માટે કેન્દ્રીય પર્યાવરણ અને વન વિભાગની અંતિમ મંજૂરીની પણ જરુરી હતી, જેના માટે રાજ્ય સરકારે કેન્દ્રને દરખાસ્ત રજૂ કરી છે.

પ્રોજેક્ટ વિગતો

-MMRDA આ પ્રોજેક્ટમાં અંદાજે રૂ. 16,000 કરોડનું રોકાણ કરશે. આ કામ હૈદરાબાદ સ્થિત ‘મેઘા એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ને આપવામાં આવ્યું છે.

-MMRDA અનુસાર, આ એન્જિનિયર ટીમ 10.25-km-લાંબી ટનલ બનાવશે, જેમાં એપ્રોચ રોડ 1.1km હશે.

-MMRDA કમિશનરે X પર ટ્વીન ટનલ પ્રોજેક્ટ માટે નેશનલ બોર્ડ ઑફ વાઇલ્ડલાઇફની બહુપ્રતીક્ષિત મંજૂરી મેળવવાના સમાચાર શેર કર્યા હતા જેમાં જણાવામાં આવ્યું હતું કે: “તમને જણાવતાં આનંદ થાય છે કે નેશનલ બોર્ડ ઑફ -વાઇલ્ડલાઇફએ થાણે-બોરીવલ્લી ટ્વીન ટનલને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version