Site icon News Continuous Bureau | Mumbai

ન્યુઝ કંટીન્યૂઝ ના સમાચાર નો અસર : ચારકોપ માં સાત વર્ષથી બંધ પડેલી હોસ્પિટલ હવે કાર્યરત થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ન્યુઝ કંટીન્યૂઝ ટીમ દ્વારા 22 એપ્રિલના રોજ સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા કે ચારકોપ ગામ ખાતે આવેલી ત્રણ માળની હોસ્પિટલ ધૂળ ખાઈ રહી છે. તેમજ આ ઈમારત મુંબઈ મહાનગરપાલિકા પ્રાઇવેટ હોસ્પિટલ ને આપવા માંગે છે જેમાં સ્થાનિક નેતાઓ પણ શામેલ છે.

Join Our WhatsApp Channel

દાલ મેં કુછ કાલા હૈ : કાંદિવલીની આ હોસ્પિટલ ઈલાજ માટે નથી વાપરવામાં આવતી. જ્યારે કે હોટલ ભાડે લેવાય છે.

આ સમાચાર કાંદીવલી અને ચારકોપના હજારો નાગરિકો એ વાંચ્યા. ત્યારબાદ 24 એપ્રિલના દિવસે સ્થાનિક કોર્પોરેટર દ્વારા પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે ને પત્ર લખવામાં આવ્યો. તેમજ મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીઓએ 30 એપ્રિલના દિવસે આ ઇમારતની મુલાકાત લીધી. 


હવે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ઈમારતને સાફ કરીને વહેલામાં વહેલી તકે અહીં વેક્સીનેશન સેન્ટર ખોલવામાં આવશે.

આમ નાગરિકોની મોહીમનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલની નજીક રહેતા સ્થાનિક લોકોએ ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમ નો સંપર્ક કર્યો હતો તેમજ સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમ દ્વારા વાસ્તવિક તપાસવામાં આવી હતી. તેના પછી સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેને લોકોએ મોટી સંખ્યામાં વાંચ્યા હતા. આથી સ્થાનિક પ્રશાસન પર દબાણ આવી ગયું હતું. 

Versova Filmmaker Flat Burglary વર્સોવામાં ફિલ્મ નિર્માતાના બંધ ફ્લેટમાંથી ₹૧૭ લાખની ચોરી બે રીઢા તસ્કરો ઝડપાયા, રોલેક્સ ઘડિયાળ સહિત ₹૧૪.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત
Goregaon Bank Locker Theft ગોરેગાંવમાં બેંક લોકરમાંથી ₹૬૬.૨૫ લાખના દાગીનાની ચોરી ડુપ્લિકેટ ચાવી બનાવનાર પૂર્વ કર્મચારી આ રાજ્યમાંથી ઝડપાયો
Malwani Police Heroin Seizure માલવણી પોલીસે ₹૭૮.૯૦ લાખનું હેરોઇન ઝડપ્યું નાલાસોપારાથી ૧૯ વર્ષીય પેડલરની ધરપકડ, તાર ઉત્તરાખંડ સુધી જોડાયા
Andheri Open Drain Garbage Dumping અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..
Exit mobile version