ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ શહેરમાં કોરોના ના ટેસ્ટિંગ કરવા માટે કોઈ વ્યક્તિ ઘરે આવવા તૈયાર નથી. તેમજ જે વ્યક્તિઓનું ટેસ્ટિંગ થઈ ગયું છે તેમના રિપોર્ટ આપવામાં પણ સમય લાગી રહ્યો છે. આ પરિસ્થિતિમાં મુંબઈ વાસીઓ હવે ચેસ્ટ સ્કેન કરવા માટે સીટીસ્કેન લેબોરેટરી પાસે દોડી રહ્યા છે. આ ઉપરાંત અનેક લોકો એક્સ-રે પણ કઢાવી રહ્યા છે.
વાત એમ છે કે કોરોના કેટલો ગંભીર છે તે જાણવા માટે છાતી ના એક્સરે ફોટા પડાવવા થી તેમ જ સ્કેન કરાવવાથી તરત ખબર પડી જાય છે કે ફેફસાંમાં નિમોનિયા ફેલાયો છે કે કેમ. જો દર્દીની છાતી માં નિમોનીયા ફેલાયો હોય તો તેણે તત્કાળ હોસ્પિટલમાં દાખલો લેવો પડે.
એકવાર કોરોના થઈ ગયા પછી બીજીવાર સંક્રમિત થવાનો ભય કેટલો?જવાબ છે આટલા દિવસ પછી….
આથી મુંબઈ વાસીઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે છાતીનું સીટી સ્કેન કરાવી રહ્યા છે.