Site icon

મોટા સમાચાર. હવે ફ્લેટ ભાડે આપવા માટે સોસાયટીની એનઓસીની જરૂર નથી. જાણો નવો કાયદો..

News Continuous Bureau | Mumbai

ઘર માલિકોને રાહત પહોંચાડે એવો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે(Maharashtra govt) લીધો છે. હાઉસિંગ સોસાયટીમાં (Housing Society) પોતાના ફ્લેટને હવેથી ભાડા આપવા માટે કે પછી તેને વેચવા માટે મકાન માલિકોને હવે સોસાયટીની ‘નો ઓબ્જેકશન’ (NOC)ની જરૂર રહેશે નહીં.

Join Our WhatsApp Community

હાઉસિંગ સોસાયટીમાં રહેલા ફ્લેટને ભાડા(Flat on rent) આપવાથી લઈને તેને વેચવું હોય તે માટે સોસાયટી પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવા માટે અનેક ચક્કરો કાપવા પડતા હતા. તેને કારણે મકાનમાલિકો માટે ઘર વેચવાની અને ભાડે આપવાની પ્રક્રિયા અતિશય કટકટવાળી થઈ ગઈ હતી. સોસાયટી તેમાં અનેક વખત સતામણી પણ કરતી હોવાની ફરિયાદો રહેતી હતી.

આ સમાચાર પણ વાંચો :  મેટ્રોનો પ્રતિસાદ ઉત્તમ પણ દહાણુકરવાડી અને દહિસર વચ્ચે લોકો સફર નથી કરતા. જાણો કેમ?

હાઉસિંગ સોસાયટી દ્વારા અનેક વખત જાતિ, ધર્મ, શાકાહારી, બિન શાકાહારી જેવા મુદ્દાઓ આગળ કરીને મકાનમાલિકને અપ્રત્યક્ષ રીતે હેરાન કરતી હોવાની પણ અનેક વખત ફરિયાદો આવી હતી.

જોકે ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે(Jitendra Ahwad) સોશિયલ મીડિયા ટ્વીટર એવી જાહેરાત કરી છે હવેથી ઘર વેચવા કે ભાડે આપવા માટે સોસાયટીની પરમીશન લેવાની કે તેમની એનઓનસી(NOC)ની આવશ્યકતા રહેશે નહીં. 

Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
SpiceJet emergency: મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટનું ઇમરર્જન્સી લેંડીંગ, વિમાનનું પૈડું ટેકઓફ દરમિયાન નીકળી ગયું હતું
Mumbai Koliwada:મુંબઈના કોળીવાડાઓ વિશે મોટો નિર્ણય; વિસ્તારના વિકાસ માટે મંત્રી આશિષ શેલારે પ્રશાસનને 60 દિવસનું અલ્ટીમેટમ આપ્યો
Exit mobile version