ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
સાંભળીને તમે ચોંકી જશો, પણ હકીકત એ છે કે પર્યાવરણવાદીઓ પાસે એવા ફોટોગ્રાફ અને વીડિયો મોજૂદ છે જેમાં નવી મુંબઈમાં ઋતુપક્ષી ફ્લેમિંગોને ઉડાડવા માટે લોકો પાણીમાં ઊતરે છે.
વાત એમ છે કે નવી મુંબઈમાં અજાણ્યા લોકો ફ્લેમિંગોને ઉડાડવા માટે સુયોજિત રીતે પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્નો હેઠળ છીછરા પાણીમાં લોકો વારંવાર આંટાફેરા મારતા રહે છે, જેથી ફ્લેમિંગોને એકાંત ન મળે તેમ જ ફ્લેમિંગોની વધુ નજીક જઈને તેઓ આ પક્ષીને ઉડાડી મૂકે છે.
આવું કેમ કરવામાં આવી રહ્યું છે? એ સંદર્ભે હજી કોઈ નક્કર માહિતી સામે આવી નથી, પરંતુ આ સંદર્ભે પોલીસ વિભાગમાં ફરિયાદ પહોંચી ચૂકી છે. તેમ જ વનવિભાગ અને પર્યાવરણ બચાવ સંસ્થા મેદાને પડી છે.
