Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓ માટે આવી રહી છે ઈ.બાઈક.. BKC માં, એમએમઆરડીએ અને યુલુએ આ સેવા શરૂ કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 સપ્ટેમ્બર 2020

બેંગલુરુ સ્થિત ઇલેક્ટ્રિક બાઇક શેરિંગ પ્લેટફોર્મ યુલુએ સોમવારે શહેરના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને તેની આસપાસ તેમજ બાંદ્રા પૂર્વ અને કુર્લા સ્ટેશન પર તેની સેવાઓ શરૂ કરી હતી. બજાજ ઑટો દ્વારા, બે વર્ષીય સ્ટાર્ટઅપ અંતર્ગત 25 જુદા જુદા સ્થળોએ કુલ 500 ઇ-બાઇક પ્રદાન કરવામાં આવશે. જે માટે 31 જાન્યુઆરીએ મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) સાથે સમજૂતી પત્ર પર સહી કરી છે. 

એમએમઆરડીએ અનુસાર, પ્રથમ તબક્કામાં, બીકેસીમાં 18 બાઇક સ્ટેશનો હશે, જે બાદમાં માંગ પ્રમાણે વધારવામાં આવશે. સુવિધા મેળવવા માટે, અનલોકિંગ ચાર્જ તરીકે રૂ .5 ચૂકવવા પડેશે અને પછી રાઇડના દર એક મિનિટ માટે 1.5 રૂપિયા ચૂકવવા પડે છે. આ ઉપરાંત, માસિક રિચાર્જ સુવિધા અને સવારીઓને 20 ટકાથી 100 ટકા બોનસ આપવામાં આવશે. કોવિડ -19 રોગચાળા દરમિયાન, એજન્સી વારંવાર ઇ-બાઇકને સ્વચ્છ કરશે અને સંલગ્ન સુવિધાઓની પૂરતી કાળજી લેશે, એમ સ્પષ્ટતા કરી હતી.

એમએમઆરડીએના કમિશનરએ સાથે ULU ની પ્રશંસા કરતાં કહ્યું, "કુર્લા અને બાંદ્રા સ્ટેશનોથી દરરોજ લગભગ બે લાખ લોકો બીકેસી આવે છે. અને આ બે સ્ટેશન પર દરરોજ આશરે ત્રણ લાખ લોકો મુસાફરી કરે છે, જેમાંથી 70 પ્રતિસત  બીકેસીમાં પગપાળા જઇને અથવા શેરિંગ  રિક્ષાઓનો ઉપયોગ કરે છે. તેથી, ઇ-બાઇક સેવા આ બે લાખ લોકોનો મુસાફરીનો અનુભવ સરળ બનાવશે. ત્યારબાદ ધીમે ધીમે અન્ય સ્ટેશનો પર પણ આની સેવા શરૂ કરવામાં આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version