Site icon

અમિત શાહ પહેલા NSA અજીત ડોભાલ મુંબઈની મુલાકાતે- આ મહાનુભાવો સાથે કરી મુલાકાત- જાણો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની સરપ્રાઈઝ વિઝીટનું કારણ 

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA અજીત ડોભાલ (Ajit Doval) આજે મુંબઈ(Mumbai visit)ની મુલાકાતે છે અને તેમની મુલાકાતે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ડોભાલે મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde), નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Deputy CM Devendra fadnavis) અને રાજ્યપાલ (Governor) સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેઓ પોલીસ મહાનિર્દેશક રજનીશ સેઠ(Rajnish Sheth)ને મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈને મળી રહેલી આતંકી ધમકી(Terror Threat)ઓને પગલે ડોભાલની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

મુંબઈની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોલીસ મહાનિર્દેશક રજનીશ શેઠ સાથે મુલાકાત કરી હતી. ત્યારે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરમાંથી વરિષ્ઠ IPS અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક પહેલા ડોભાલે ‘વર્ષા’ બંગલા ખાતે મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે 45 મિનિટ ચર્ચા કરી હતી. અગાઉ, ‘સાગર’ બંગલા ખાતે  દેવેન્દ્ર ફડણવીસ અને રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)ને મળ્યા હતા. અજીત ડોભાલની મુંબઈ મુલાકાત અને બેઠકોના સત્રને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ઉપરાંત, ડોભાલના પ્રવાસે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી જાનહાની ટળી- રેલવે ટ્રેક પર થયો અટકચાળો-  મોટરમેનની સર્તકતાથી અકસ્માત ટળ્યો 

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ પર હુમલાની કેટલીક ધમકીઓ મળી હતી. ત્યારપછી મુંબઈ સહિત દેશના અન્ય મહત્વના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વર-શ્રીવર્ધન કિનારે શંકાસ્પદ બોટ મળી આવી હતી, જેમાં AK-47 અને હથિયારો મળી આવતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.  

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version