Site icon

કોણે કીધું કોરોનાને કારણે લોકો ગરીબ થયાં? આંકડા દર્શાવે છે કે મુંબઈમાં અમીરોની સંખ્યા વધી. જાણો તાજા આંકડો….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 02, માર્ચ 2022,

Join Our WhatsApp Community

બુધવાર,

એક તરફ કોરોના મહામારી દરમિયાન છેલ્લા બે વર્ષમાં પૂરી દુનિયાના અર્થતંત્રને મોટો ફટકો પડયો છે. તો બીજી તરફ દુનિયાભરના શ્રીમંતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી હોવાનું એક સર્વેક્ષણમાં બહાર આવી છે. તેમાં પણ ભારતમાં 2021માં શ્રીમંતોની સંખ્યામાં 11 ટકાનો વધારો થયો છે, જેમાં ફક્ત મુંબઈમાં જ પાંચ વર્ષમાં ધનાઢ્યોની સંખ્યા 42.6 ટકાએ વધી ગઈ છે.

નાઈટ ફ્રેંકના “ધ વેલ્થ“ રિપોર્ટ મુજબ ભારતમાં 2021ની સાલમાં ધનાઢ્યોની સંખ્યામા 11 ટકાએ વધારો થયો છે. અમેરિકા અને ચીનની પાછળ પાછળ સૌથી વધુ શ્રીમંતો ભારતમાં છે, તેમાં પણ સૌથી વધુ ધનાઢ્યો દેશના આર્થિક પાટનગર મુંબઈમાં છે. મુંબઈમાં શ્રીમંતોની સંખ્યા 1596 છે, જેમાં તેમની સંપત્તિ લગભગ 330 મિલિયન ડોલરથી પણ વધુ છે.

પાણીની, રસ્તાની કે પછી કચરાની સમસ્યા છે ? તો ફોન કરો પાલિકાની હેલ્પલાઈન પરઃ નગરસેવકનું કામ કરશે હેલ્પલાઈન. જાણો કઈ રીતે…

છેલ્લા પાંચ વર્ષમાં મુંબઈમાં શ્રીમંતોની આંકડાવારીમાં 2016માં 1,119ની સરખામણીમાં 42.6 ટકાએ વધીને 2021માં 1,596 સુધી પહોંચી ગઈ છે. આગામી સમયમાં એટલે કે 2026 સુધી શ્રીમંતોની આંકડાવારી 29.6 ટકાથી વધીને 2069 સુધી પહોંચશે એવો અંદાજ “ધ વેલ્થ“માં છે.

દેશમાં 40 વર્ષ કરતા ઓછી ઉંમરના શ્રીમંતોની ટકાવારીમાં ભારત છઠ્ઠા નંબરે છે. વૈશ્વિક સ્તરે 2021માં શ્રીમંતની સંખ્યા 9.3 ટકાના વધારા સહિત 10,569 સુધી પહોંચશે એવું પણ અહેવાલમાં  કહેવામાં આવ્યું છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version