મુંબઇ મેટ્રોમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી- તેમ છતાં આ યુવાને પોતાના માટે અલગ જ અંદાજમાં બનાવી જગ્યા- તમે પણ જુઓ કઈ રીતે કર્યો જુગાડુ

News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ ટ્રેનના(Mumbai Local Train) વિડીયો આપણે અવારનવાર જોતા હોઈએ છીએ, પરંતુ હવે મુંબઈ મેટ્રોનો(Mumbai Metro) એક નવો વીડિયો સામે આવ્યો છે. માયાનગરી મુંબઈમાં લોકલ ટ્રેનની(local train) ભીડમાં લોકોનું ચઢવું સામાન્ય બાબત છે અને તેના ઘણા વીડિયો ઈન્ટરનેટ પર જોવા મળે છે, પરંતુ હવે એક નવા વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. આ વીડિયો મુંબઈની લોકલ ટ્રેનનો નથી, પરંતુ મુંબઈની મેટ્રોનો છે, જેમાં એક વ્યક્તિ લોકલ ટ્રેનની જેમ મેટ્રો ટ્રેનમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે.

ભીડભાડવાળી મુંબઈ મેટ્રો ટ્રેનમાં ઘૂસતા એક વ્યક્તિનો જૂનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ 12 સેકન્ડની ક્લિપમાં ગુલાબી શર્ટ પહેરેલો એક વ્યક્તિ મેટ્રોના ખીચોખીચ ભરેલા કોચમાં પોતાના માટે જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે. તે મેટ્રોમાં ઉપલબ્ધ ઓછી જગ્યામાં પોતાને એડજસ્ટ કરતો જોવા મળ્યો હતો. એક ક્ષણમાં, યાત્રી ફિટ થવામાં મુશ્કેલીનો સામનો કર્યા પછી પણ કોચમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. જોકે, દરવાજો બંધ થવાની થોડી સેકન્ડો પહેલાં, તે ફરી ટ્રેનની અંદર પોતાની માટે જગ્યા બનાવવામાં સફળતા મેળવે છે.

આ સમાચાર પણ વાંચો :   મુંબઈની લોકલ ટ્રેનના ડબ્બામાં જગ્યા ના મળતાં યુવકે જબરું મગજ દોડાવ્યું- ખચાખચ ભરેલી ટ્રેનમાં આ રીતે મેળવી સીટ- જુઓ વિડીયો

આ ક્લિપ ત્રણ વર્ષ જૂની છે અને મુંબઈના મરોલ નાકા મેટ્રો સ્ટેશન(Marol Naka Metro Station) પર શૂટ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.

Exit mobile version