Site icon

નવા વર્ષમાં નાગરિકોને લાગશે ઝટકો! ઓનલાઇન ઓટો-ટેક્સીની બુકિંગ પર પણ ચૂકવવો પડશે GST. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શુક્રવાર.

મોંધવારીના બોજા હેઠળ દબાયેલા નાગરોના માથે વધુ બોઝો આવી પડવાનો છે. કેન્દ્ર સરકારે ગુડ્સ સર્વિસ ટેક્સ (GST)ને લઈને નવા નિયમ જાહેર કર્યા છે, જે પહેલી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે. તે મુજબ હવે ઓનલાઇન ઓટો-ટેક્સીના બુકિંગ કરવા પર GST ચૂકવવો પડશે.

કેન્દ્રની મોદીની સરકાર લોકોને મોંઘવારી થી રાહત આપવાને બદલે દિવસેને દિવસે લોકો પર આર્થિક બોજો વધારી રહી છે. હાલમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો હવે નવા વર્ષમાં નાગરિકોને વધુ ઝટકો લાગવાનો છે. મોબાઈલ એપથી પહેલી જાન્યુઆરી 2022થી ઓટો રિક્ષા બુક કરવું મોંધુ પડશે, જેમાં એપથી ઓટોરિક્ષા બુક કરવા પર ગ્રાહકોને 5 ટકા GST ચૂકવવો પડશે. સરકારના આ નિર્ણય  બાદ જોકે ઓલા અને ઉબેર જેવી ખાનગી કંપનીઓએ સરકારને પુર્ન વિચાર કરવા કહ્યું છે.

મુંબઈમાં કોવિડનો સૌમ્ય લક્ષણો ધરાવતા દર્દીનું પ્રમાણ વધુ, ડેલ્ટા ડેરીવેટીવના 89 ટકા દર્દી નોંધાયા; જાણો વિગત

ખાનગી કંપની ઉબરે બહાર પાડેલી મીડિયા રિલીઝ મુજબ સરકારના આ નિર્ણયથી સરકારને જ નુકસાન થવાનું છે. લોકો ઓનલાઈન બુકિંગ કરવાનું ઓછું કરી દેશે. દેશભરમાં લાખો ઓટો અને ટેક્સીવાળા તેમના પ્લેટફોર્મનો  ઉપયોગ કરી બુકિંગ લેતા હોય છે. એપના માધ્યમથી ઓટો, ટેક્સી બુક કરવાથી તેમને સસ્તું પડે  છે. તેમ જ તેમનો પ્રવાસ પણ સુરક્ષિત હોય છે. સરકારે જોકે આવક રળવાના હેતુથી GST લાગુ કર્યો છે, ત્યારે સામાન્ય નાગરિક ફરી એપ વગર ટેક્સી અને ઓટો પકડતા થઈ જશે. તેમાં સરકારને કોઈ ફાયદો નહીં થાય.

Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Exit mobile version