Site icon News Continuous Bureau | Mumbai

સતત ચોથા દિવસે શિવસેનાના આ નેતાને ઘરે ઈન્કમટેક્સની છાપામારી ચાલુ; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

સોમવાર,

સતત ચોથા દિવસે, આવકવેરા વિભાગ (IT)ની ટીમે શિવસેનાના નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે છાપામારી ચાલુ જ રાખી હતી. ચાર દિવસની તપાસ બાદ હાથમાં શું લાગ્યું છે તે બાબતે હજી સુધી સત્તાવાર રીતે IT એ કોઈ જાહેરાત કરી નથી. IT ની ધાડને પગલે યશવંત જાધવના ઘરની બહાર મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. IT ની ટીમે  27 ફેબ્રુઆરીએ યશવંત જાધવના ઘરેથી બે કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. 27 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગની એક ટીમે બે બેગ જપ્ત કરી હતી અને દસ્તાવેજો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા હતા. હજી સુધી આવકવેરા વિભાગની ટીમે સત્તાવાર રીતે દરોડાની વિગતો આપી નથી.

ઈન્કમ ટેક્સની ટુકડીએ 25 ફેબ્રુઆરીએ સવારે છ વાગ્યે મુંબઈના મઝગાંવમાં યશવંત જાધવના ઘરે પહોંચી હતી. સોમવારે સતત ચોથા દિવસે તેમના ઘરે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. ઈન્કમટેક્સ ટીમે યશવંત જાધવની નજીકના સ્થાનિક શિવસેના યુનિયન સેક્રેટરી વિજય લિંચરે અને યશવંત જાધવના પુત્ર નિખિલ જાધવના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.

BMCની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીમાં બોલાશે સપાટો, એક સાથે આવશે આટલા પ્રસ્તાવ મંજૂરી માટે; જાણો વિગત 

આ કેસની તપાસ કરતા પહેલા ઈન્કમ ટેક્સની ટીમે યશવંત જાધવને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો. જાધવના જવાબની પૂછપરછ કર્યા પછી, આવકવેરા વિભાગની ટીમ 25 ફેબ્રુઆરીથી તેમના ઘરની તપાસ કરી રહી હતી.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયાએ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવ પર હવાલા દ્વારા 15 કરોડ રૂપિયા આરબ દેશોમાં મોકલવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે BMC ફંડ કલેક્ટર અને શિવસેના ફિક્સર અને યશવંત જાધવ વિમલ અગ્રવાલ બુલેટ પ્રૂફ જેકેટ કૌભાંડના બુકી છે. તેના ઘર પર પણ આવકવેરાના દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Exit mobile version