Site icon

નવરાત્રિ નિમિત્તે દહિસરના આ નગરસેવિકાએ લીધો રસીકરણ ઝુંબેશનો સંકલ્પ; આટલા લોકોને મળી રસી: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

દહિસર વોર્ડમાં નવરાત્રિ રસીકરણનું આયોજન કરીને ઉજવાઈ છે. શિવસેનાના ઉપનેતા, મ્હાડાના સભાપતી વિનોદ ઘોસાળકરના માર્ગદર્શન હેઠળ વૉર્ડ નં. 1ના  શિવસેનાના નગરસેવિકા તેજસ્વી ઘોસાળકરના પ્રયત્નથી અને મહાનગરપાલિકાના સહકાર્યથી વિશેષ રસીકરણ ઝુંબેશનું આયોજન કરાયું હતું.

સુરાણા હોસ્પિટલના માધ્યમથી વિનામૂલ્યે વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ હતી. 'મારો વૉર્ડ, મારી જવાબદારી'  હેઠળ થયેલી આ ઝુંબેશમાં વૉર્ડની એક પણ વ્યક્તિ રસી લીધા વગર રહી ન જાય તેવો સંકલ્પ નવરાત્રિ નિમિત્તે ઘોસાળકરે લીધો હતો. 

આંતર ધર્મ/જાતિમાં વિવાહ કરવા માટે અને નિભાવી રાખવા માટે આ રાજ્ય દ્વારા યુગલ દંપતિઓને પુરસ્કારિત કરવામાં આવ્યાં; જાણો વિગતે

બોરીવલી વેસ્ટના ગણપત પાટીલ નગરમાં 8, 9 અને 10 ઓક્ટોબર એમ ત્રણ દિવસની શિબિર યોજાઈ હતી. શિબિર માટે ૧૨ હજાર ડોઝ મળ્યા હતા. નાગરિકોના આગ્રહને લીધે ચોથા દિવસે પણ રસીકરણ લંબાવાયુ હતું. ચાર દિવસ દરમિયાન ૧૧,૪૦૦ નાગરિકોએ રસી લીધી હતી.

સંપૂર્ણ રાજ્ય કોરોના મુક્ત કરવાનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાહન અનુસાર આ વિશેષ રસીકરણ મુહિમ યોજાઈ હતી. જેની માહિતી વિનોદ ઘોસાળકરે આપી હતી.

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Malad Gas Cylinder Blast: મુંબઈના મલાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફાટી નીકળી આગ: ૦૬ લોકો ગંભીર રીતે દાઝ્યા; માલવણી વિસ્તારમાં મચી દોડધામ.
Exit mobile version