ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
કુર્લા(વેસ્ટ) બેઠી ચાલમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળાના મકાનના છજ્જાનો ભાગ સોમવારે બપોરના અચાનક તૂટી પડયો હતો, જેમાં કાટમાળ હેઠળ દબાઈને પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. તો અન્ય ત્રણ જણ જખમી થયા હતા.
કુર્લા(વેસ્ટ)માં વિનોબા ભાવે પોલીસ સ્ટેશન નજીક રામ મનોહર લોહીયા માર્ગ પર સોમવારે બપોરના લગભગ ૨.૪૦ વાગે મકાનના સિલિંગનો હિસ્સો અચાનક જોશભેર તૂટી પડયો હતો.
મુંબઈમાં આગનું સત્ર ચાલુ, કાંજુરમાર્ગમાં હાઈ રાઈઝ બિલ્ડિંગમાં લાગી આગ; જુઓ વિડીયો, જાણો વિગત
સિલિંગના કાટમાળ હેઠળ ચાર લોકો ફસાઈ ગયા હતા. ચારેય જખમીઓને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચ વર્ષના અફાક ખાન નામના બાળકનું મોત થયું હતું. તો અન્ય ત્રણ પર સારવાર ચાલી રહી છે.
