ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
બોરીવલીમાં જાણીતા પ્રબોધનકાર ઠાકરે નાટ્યગૃહના કમ્પાઉન્ડમાં હવેથી કોરોનાની પ્રતિબંધક વેક્સિન લઈ શકાશે. કોરોનાને નિયંત્રણમાં રાખવા વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. મુંબઈમાં એ માટે BMC વેક્સિનેશન સેન્ટરની જગ્યા વધારી રહી છે. બુધવારે બોરીવલીમાં મુંબઈ ઉપનગરના પાલકપ્રધાન અને રાજ્યના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ વીડિયો કૉન્ફરન્સથી આ નવા સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મેયર કિશોરી પેડણેકર સહિત વિધાનસભ્યો અને નગરસેવકોએ પણ હાજરી પુરાવી હતી.