Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! મુંબઈ મહાનગરપાલિકાની 1800 શાળા હવે પબ્લિક સ્કૂલ બનશે. જાણો વિદ્યાર્થીઓને શું ફાયદો થશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

 

 

સરકારી શાળાઓને મુંબઈ પબ્લિક સ્કૂલ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની સંકલ્પના દ્વારા મુંબઈ મહાપાલિકાની અંદાજે ૧૮૨૮ શાળાઓના કાયાપલટનું કામ વેગથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૫૦ શાળાઓનું કામ પૂરું થયું છે.

 

આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓ સાથેની સ્પર્ધામાં મહાનગરપાલિકાની શાળાઓ આગળ રહે, તે માટે જે કરવું પડે તે અમે કરીશું. 

પાલિકાના આસિસ્ટન્ટ કમિશનર અજીત કુંભારે આ પ્રોજેક્ટની માહિતી આપતા કહ્યું હતું કે, અંગ્રેજી મીડિયમની શાળાઓની સાથે મરાઠી મીડિયમ સહિત પ્રાદેશિક ભાષાની અન્ય બધી શાળાઓમાં એકસૂત્રતા જળવાઈ રહે અને પાલિકાની શાળાઓનો દરજ્જો એક સરખો રહે તે માટે બધી જ શાળાઓના નામ મુંબઈ પબ્લિક સ્કૂલ રાખવામાં આવશે. તે શાળા જે વોર્ડની હશે તે વોર્ડનું નામ પાછળ જોડવામાં આવશે. શાળાઓની ઇમારતોમાં આકર્ષક પ્રવેશદ્વાર અને મુંબઈ પબ્લિક સ્કૂલ નામની તકતીઓ બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

 

સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળશે આ ફાયદા

ડિજિટલ વર્ગ, અદ્યતન કોમ્પ્યુટર પ્રયોગશાળા, લઘુ વિજ્ઞાન કેન્દ્ર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, કન્યાઓ માટે સે નેપકિન મશીન, પીવાનું શુદ્ધ પાણી તે સિવાય રમતના મેદાનમાં સુધારો કરાશે, સ્વતંત્ર કલા વર્ગ પણ બનાવવામાં આવશે.

Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Railway Crackdown On Divyang Coach દિવ્યાંગ કોચમાં ગેરકાયદે મુસાફરી કરનારાઓ સામે રેલવેની લાલ આંખ ૫૨ મુસાફરો પાસેથી ₹૧.૦૪ લાખનો દંડ વસૂલાયો
Exit mobile version