ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ફેબ્રુઆરી 2021
મુંબઇ શહેરથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર લહાસલ ગામ માં કાંદા ની કિંમત માત્ર પાંચથી સાત રૂપિયા કિલો છે. જ્યારે કે મુંબઈ શહેરમાં કાંદાનો ભાવ હવે ૫૫-૬૦ રૂપિયા કિલો થઈ ગયો છે.
ક્ષેત્રમાં 15 માર્ચ પછી નવો પાક ઉતરવાનો છે. ત્યાં સુધીમાં જુનો પાક મોટા વેપારીઓએ ખરીદી ને ગોડાઉનમાં મૂકી દીધો છે. એટલે કે બજારમાં કૃત્રિમ અછત નિર્માણ કરી દીધી છે. આ કારણથી આગામી એક મહિના સુધી નવા કાંદાની આવક ન થવાને કારણે ભાવ ઊંચા રહેશે. ૧૫મી માર્ચ પછી નવો પાક આવ્યા બાદ હરાજીમાં ઓછા ભાવ બોલાશે અને ત્યારબાદ મુંબઇ અને આસપાસના વિસ્તારમાં કાંદાના ભાવ ઘટશે.