Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Online Loan App Racket। ઓનલાઈન લોન એપ દ્વારા બ્લેકમેલિંગ અને તોડપાણી કરતું મોટું રેકેટ ઝડપાયું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૬ આરોપીઓની કરી ધરપકડ

Mumbai Online Loan App Racket। ૨૨ હજારની લોન સામે બેંક કર્મચારી પાસેથી પડાવ્યા ૧૭.૬૦ લાખ; માસૂમ દીકરી પર એસિડ એટેકની ધમકી આપનારી લોન માફિયા ગેંગ જેલભેગી

Mumbai Online Loan App Racket। ઓનલાઈન લોન એપ દ્વારા બ્લેકમેલિંગ અને તોડપાણી કરતું મોટું રેકેટ ઝડપાયું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૬ આરોપીઓની કરી ધરપકડ

Mumbai Online Loan App Racket। ઓનલાઈન લોન એપ દ્વારા બ્લેકમેલિંગ અને તોડપાણી કરતું મોટું રેકેટ ઝડપાયું મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૬ આરોપીઓની કરી ધરપકડ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Online Loan App Racket। મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન લોન એપ્લિકેશનના (Online Loan App) માધ્યમથી નિર્દોષ લોકોને વ્યાજના ભયાનક ચક્રવ્યૂહમાં ફસાવી, માનસિક ત્રાસ આપીને લાખો રૂપિયા પડાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ અને આસપાસના વિવિધ વિસ્તારોમાંથી આ આંતરરાજ્ય બ્લેકમેલિંગ રેકેટ સાથે જોડાયેલા ૬ સક્રિય સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી ગ્રાહકોનો પર્સનલ ડેટા ચોરી કરીને તેમને પરિવાર સહિત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતી હતી.

૨૨,૦૦0 ની નાની લોન આપીને આખો મોબાઈલ ડેટા હેક કર્યો

આ મામલાની વિગત એવી છે કે, અંધેરીના મરોલ-મરોશી રોડ પર રહેતા અને એક પ્રતિષ્ઠિત બેંકમાં નોકરી કરતા એક યુવકે આ અંગે એમઆઈડીસી (MIDC) પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર યુવકે થોડા મહિના પહેલા એક અજાણી લોન એપ પરથી માત્ર ૨૨,૦૦૦ ની નાની લોન લીધી હતી. લોન લેવાની પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ એક શંકાસ્પદ એપીકે (APK) ફાઈલ ડાઉનલોડ કરાવીને યુવકના મોબાઈલમાંથી તેનો તમામ પર્સનલ ડેટા, ગેલેરીના ફોટા અને કોન્ટેક્ટ લિસ્ટ ગેરકાયદેસર રીતે ચોરી કરી લીધું હતું. યુવકે વ્યાજ સાથે આખી લોન ચૂકવી દીધી હોવા છતાં, ઠગોએ નક્કી કરેલા ૧ ટકા વ્યાજના બદલે ગેરકાયદેસર રીતે ૫૧૨ ટકા વ્યાજની વસૂલાત શરૂ કરી દીધી હતી.

પીડિત બેંક કર્મચારી પાસેથી ૧૭.૬૦ લાખ પડાવ્યા

આ આખા મામલામાં આરોપીઓએ પીડિત કર્મચારીને એટલી હદે બ્લેકમેલ કર્યો કે તે અત્યાર સુધીમાં આ ગેંગને અલગ-અલગ હપ્તામાં ૧૭.૬૦ લાખ ચૂકવી ચૂક્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ તેને તેના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને અન્ય ૧૮ લોન એપ્લિકેશન્સ પરથી વધુ ૭.૦૫ લાખની લોન લેવા માટે મજબૂર કર્યો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે બે આરોપીઓ સીધા યુવકની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેની સાથે મારપીટ કરીને પૈસાની માંગણી કરી હતી. ત્યારબાદ તેને જુદા જુદા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી ફોન કરીને ધમકી આપવામાં આવી હતી કે જો વધુ પૈસા નહીં મળે તો તેની માસૂમ દીકરી પર એસિડ એટેક (Acid Attack) કરવામાં આવશે.

ઓફિસના સહકર્મચારીઓને ફોન કરીને બદનામ કર્યો

જ્યારે પીડિતે ડરના કારણે ફોન ઉપાડવાનું બંધ કર્યું, ત્યારે આરોપીઓએ તેના કોન્ટેક્ટ લિસ્ટનો દુરુપયોગ કરીને તેની બેંકના સહકર્મચારીઓ અને સંબંધીઓને ફોન કરીને ગંદી ગાળો આપી તેને લોન ડિફોલ્ટર તરીકે બદનામ કર્યો હતો, જેના કારણે તે ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો. કંટાળીને યુવકે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. કેસની ગંભીરતાને જોઈને ઉચ્ચ અધિકારીઓએ આ તપાસ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૨ ના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરને સોંપી હતી. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને કોલ ડિટેઈલ્સ (CDR) ના આધારે ગણતરીના કલાકોમાં છ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ આખા ઇન્ટરનેશનલ રેકેટના મુખ્ય કિંગપિન (મુખ્ય સૂત્રધારો) હજુ વિદેશમાં હોવાની શંકા છે અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Bhandup Assault Case। મુંબઈના ભાંડુપમાં માતા સાથે ચેટિંગ કરવાના સંશયમાં ૧૭ વર્ષના સગીરે મિત્ર પર કોયતાથી કર્યો જીવલેણ હુમલો

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version