ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
કોરોનાનો પ્રકોપ ફરીથી વધે નહીં તે માટે દરેકે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે.
આ વાતને ધ્યાનમાં રાખીને મુંબઇના બધા જ સરકારી અને મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રો પર આજે કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તે લાભાર્થીઓ માટે વિશેષ સત્રનુ આયોજન કર્યું છે. તેથી ગુરુવારે પ્રથમ ડોઝ નહી અપાય.
અગાઉ ગત 4 સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રાખવામાં આવ્યું હતું. ત્યારે નાગરિકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. તે દિવસે ૧,૭૯,૯૩૨ લોકોએ બીજો ડોઝ લીધો હતો.
બીજા ડોઝના લાભાર્થીઓ આ બીજા સત્રનો વધુમાં વધુ લાભ લે તેવું આવાહન પાલિકાએ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકારના બ્રેક ધ ચેન આદેશોની સુધારિત માર્ગદર્શક સુચનાઓ મુજબ બંને ડોઝ લીધેલા લોકોને રેલવેમાં પ્રવાસ કરવાની છૂટ મળી છે. તેમજ કેટલીક ખાનગી ઓફિસોમાં પૂર્ણ રસીકરણ થયેલા કર્મચારીઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી અપાઈ છે.