Site icon News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવની ઉજવણી આ વર્ષે પણ ફિક્કી રહેશે, અત્યાર સુધી માત્ર આટલાં મંડળોએ મંજૂરી માટે BMCમાં કરી અરજી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ગણેશોત્સવનો તહેવાર નજીક છે, પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી ફિક્કી રહેશે એવું જણાય છે. મુંબઈમાં ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા મુંબઈ મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લેવાની હોય છે. જોકે અત્યાર સુધી ગણેશોત્સવની ઉજવણી માટે મંડપ બાંધવા માત્ર 989 મંડળોએ જ અરજી કરી છે. એમાંથી 74 અરજી તો અપૂરતા દસ્તાવેજોને કારણે ફગાવી  દેવામાં આવી છે. અત્યાર સુધી માત્ર 200 મંડળોને જ મંજૂરી મળી છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું મિશન ચાલુ, આજે 146 લોકો દિલ્હી પહોંચ્યા ; જાણો  એક સપ્તાહમાં કેટલા લોકો પરત આવ્યા
ગયા વર્ષે કોરોનાને પગલે અનેક મોટાં સાર્વજનિક મંડળોએ ગણેશોત્સવની ઉજવણી રદ કરી હતી. અમુક મંડળોએ સાદાઈથી ઉજવણી કરી હતી. આ વર્ષે પણ કોરોનાનું જોખમ માથે હોવાથી સાદાઈથી જ તહેવાર ઊજવવાની અપીલ સરકારે કરી છે. અમાં પાછું કોરોનાને પગલે ગણેશ મંડળોને અપેક્ષા મુજબનું ડોનેશન પણ નથી મળી રહ્યું. એની અસર ગણેશોત્સવની ઉજવણીમાં જોવા મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લગભગ 12,000 જેટલાં સાર્વજનિક ગણેશ મંડળો છે. એની સામે ગયા વર્ષે માત્ર 6,443 મંડળોને મંજૂરી મળી હતી.  

Mumbai Water Tariff Hike પાલિકાની તિજોરી ખાલી થતાં સામાન્ય કરદાતા પર તરાપ પાણીવેરામાંથી આવક વધારવા BMC લાવશે નવો ટેક્સ સ્લેબ
Mumbai Rat Menace મુંબઈમાં ઉંદરોનો ત્રાસ BMCએ 46 દિવસમાં 4,702 ઉંદરોનો સફાયો કર્યો, લેપ્ટોસ્પાઇરોસિસ સામે મોટું અભિયાન!
Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Exit mobile version