ન્યુઝ કંટીન્યુઝ
મુંબઈ
ઘણી વખત એવી ફરિયાદ કરવામાં આવે છે કે લોકલ ટ્રેન સમય પર નથી ચાલતી. ત્યારે હવે મધ્ય રેલવેની ટ્રેનો સવારના સમયે કેમ લેટ થાય છે તેનું કારણ બહાર આવ્યું છે.સવારના સમયે મધ્ય રેલવેમાં કુર્લા થી થાણા ની વચ્ચે અસંખ્ય લોકો ડબ્બા લઈને કુદરતી હાજત માટે પાટા પર બેસી જાય છે. આ સમયે કોઇ જાનહાની ન થાય તે હેતુથી ટ્રેન ચલાવનાર ગાર્ડને ટ્રૈન ધીમી ગતિએ દોડાવવી પડે છે.
આ ઉપરાંત કુદરતી હાજત ને કારણે પાટા ગંદા થઈ જાય છે અમુક વખત તે સડી પણ જાય છે.
આ સંદર્ભે રેલવે પ્રશાસન અનેક વખત કાર્યવાહી કરતી હોય છે પરંતુ આ વિષય લોકોની દૈનિક જિંદગી સાથે જોડાયેલ હોવાને કારણે અત્યાર સુધીના કોઇપણ પ્રયાસ સફળ રહ્યા નથી.
આ મધ્ય રેલવેમાં લોકોને 'આદત'ને કારણે ટ્રેન લેટ થાય છે.
