Site icon News Continuous Bureau | Mumbai

Operation Border Bullion Bust ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક ₹૪૭૫ કરોડના સોનાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, ૧૧ આરોપીઓની ધરપકડ

Operation Border Bullion Bust ભારતબાંગ્લાદેશ સરહદેથી કુરિયર મારફતે સોનાની દાણચોરી, મુંબઈઅમદાવાદ સહિત ૫ શહેરોમાં એકસાથે દરોડા

Operation Border Bullion Bust  ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક ₹૪૭૫ કરોડના સોનાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, ૧૧ આરોપીઓની ધરપકડ

Operation Border Bullion Bust ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક ₹૪૭૫ કરોડના સોનાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, ૧૧ આરોપીઓની ધરપકડ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Operation Border Bullion Bust ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ડીઆરઆઈ (DRI) ની મુંબઈ ઝોનલ યુનિટે ‘ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ’ હાથ ધરીને દેશવ્યાપી કુરિયર સર્વિસ મારફતે ચાલતા આશરે ₹૪૭૫ કરોડના આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટ (Gold Smuggling Racket) નો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ૧૧ આરોપીઓને દબોચી લીધા છે.

Operation Border Bullion Bust – ડીઆરઆઈની દેશવ્યાપી તવાઈ, ૫ મેટ્રો શહેરોમાં એકસાથે દરોડા

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence) ની ટીમોએ સચોટ બાતમીના આધારે દેશના પાંચ મોટા શહેરો મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ગુવાહાટીમાં એકસાથે છાપા માર્યા હતા. આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ટ્રાન્ઝિટમાં રહેલા શંકાસ્પદ કુરિયર પાર્સલો અટકાવીને સઘન તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન પાર્સલ મોકલનારા ૩, ડિલિવરી મેળવનારા ૭ અને મુંબઈથી સમગ્ર સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર (Mastermind) સહિત કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન દ્વારા દેશવ્યાપી સ્મગલિંગ નેટવર્કની મુખ્ય કડીઓને તોડી પાડવામાં મોટી સફળતા મળી છે.

Operation Border Bullion Bust – ભારત-બાંગ્લાદેશ બોર્ડરથી કુરિયર નેટવર્ક દ્વારા સોનાનો કાળો કારોબાર

એજન્સીની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દાણચોરીનું આ સોનું ભારત-બાંગ્લાદેશ સરહદ (India-Bangladesh Border) પરથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવતું હતું. ત્યારબાદ આ સોનાને સ્થાનિક કુરિયર કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કરીને ગુવાહાટી અને કોલકાતાથી સીધું મુંબઈ, દિલ્હી અને અમદાવાદના મુખ્ય બુલિયન બજારો સુધી પહોંચાડવામાં આવતું હતું. તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સંગઠિત સિન્ડિકેટે છેલ્લા માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં જ આશરે ₹૪૭૫ કરોડની અંદાજિત કિંમતનું ૩૧૮ કિલો જેટલું વિદેશી માર્કિંગ ધરાવતું સોનું દેશના વિવિધ બજારોમાં ગેરકાયદે સપ્લાય કરી દીધું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

Operation Border Bullion Bust – ₹૧૦.૩૬ કરોડનું વિદેશી સોનું જપ્ત, સ્થાનિક જ્વેલર્સની કડીઓ પર તપાસનો ધમધમાટ

આ ઓપરેશન દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ સ્થળ પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં ₹૧૦.૩૬ કરોડની કિંમત ધરાવતા ૬.૬૧ કિલો શુદ્ધ વિદેશી ગોલ્ડ બાર્સ (Foreign Gold Bars) જપ્ત કર્યા છે. કસ્ટમ્સ એક્ટ (Customs Act) ની કડક જોગવાઈઓ હેઠળ આ સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. હાલ તપાસ એજન્સી દ્વારા ઝડપાયેલા આરોપીઓના ડિજિટલ રેકોર્ડ્સ અને બેંક ખાતાઓની વિગતો મેળવીને મુંબઈ અને ગુજરાતના સ્થાનિક બુલિયન વેપારીઓ તેમજ જ્વેલર્સ સાથેના તેમના નાણાકીય વ્યવહારો અને હવાલા લિંક્સ (Hawala Links) ની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
Navi Mumbai ST Bus Accident નવી મુંબઈમાં ST બસની બ્રેક ફેઇલ થતાં મોટો અકસ્માત, ૩ કાર અને ૨ રિક્ષાને અડફેટે લેતાં ૫ લોકો ઈજાગ્રસ્ત

Santacruz Drainage Cleaning Tragedy સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતારાયા? સાંતાક્રુઝમાં ઝેરી ગેસથી શ્રમિકનું મોત, તંત્રની બેદરકારી સામે રોષ
High Return Investment Fraud EOW ની મોટી કાર્યવાહી દર મહિને ૫ થી ૮ ટકા રિટર્નનું સપનું બતાવી ઠગાઈ કરતી ગેંગના ૪ ભેજાબાજો ઝડપાયા
Bhiwandi Textile Investment Fraud નફાની લાલચ પડી ભારે! વેપારમાં મોટા વળતરની લાલચ આપી લાખોની રોકડ અને ૪૬ તોલા સોનું ચાંઉ, ૪ સામે સકંજો
Borivali Jewellery Theft ‘વાડ જ ચીભડાં ગળે’ બોરીવલીના જ્વેલર્સમાં આસિસ્ટન્ટ ફ્લોર મેનેજરે જ કર્યો અધધ આટલા લાખના દાગીના પર હાથફેરો
Exit mobile version