News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC ) ની હદમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે, મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ ( Maharashtra Police Act) , 1951 મુજબ ડેપ્યુટી પોલીસ કમિશનર એ 9 જાન્યુઆરી 2024ની મધ્યરાત્રિ સુધી, મુંબઈ મ્યુનિસિપલ પોલીસ કમિશનરેટની ( Mumbai Municipal Police Commissioner ) હદમાં હથિયારો ( Weapons ) પર પ્રતિબંધનો ( prohibition ) આદેશ આપવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શસ્ત્રો, મારક હથિયારો, લાકડીઓ, તલવારો, ભાલા, દંડાઓ, લાઇસન્સ વગરની બંદૂકો, છરીઓ, અન્ય કોઈપણ વસ્તુ કે જેનો ઉપયોગ શારીરિક નુકસાન પહોંચાડવા માટે થઈ શકે તેવા વિસ્ફોટકો લઈ જવા, હિંસક આકૃતિઓ, પૂતળાંઓનું પ્રદર્શન, જાહેર સુત્રોચાર, લાઉડ સંગીત વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એમ એક અધિકારીએ જણાવ્યુ હતું..
આ સમાચાર પણ વાંચો : Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની
શાંતિપૂર્ણ સભા અને કૂચની પરવાનગી આપી હોય તો તે આ પ્રતિબંધથી બહાર રહેશે..
પ્રાપ્ત માહિતી અનુસાર કોઈપણ સરકારી અથવા સરકારી ઉપક્રમમાં નોકરી કરતી વ્યક્તિ જેમાં તેની ફરજ દરમિયાન ઉપયોગમાં લેવાતા કોઈ શસ્ત્રો હશે તો તેને લઈ જવામાં, તેમજ ખાનગી સુરક્ષા ગાર્ડ અથવા ગુરખા, ચોકીદારને આ આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જો પોલીસે શાંતિપૂર્ણ સભા અને કૂચની પરવાનગી આપી હોય તો તેને પણ આ પ્રતિબંધથી બહાર રાખવામાં આવ્યું છે.