ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા આ વિસ્તારના માત્ર 11 ટકા રહિશોનું જ રસીકરણ થયું છે.
ધારાવીવાસીઓએ અજ્ઞાાન, અપૂરતી માહિતી તથા વહેમ – શંકા જેવાં કારણોસર રસીકરણને જોઇએ તેવો પ્રતિસાદ આપ્યો નથી.
23 ઓગસ્ટ સુધીમાં સાત લાખ રહિશઓમાંથી લગભગ 76 હજાર લોકોએ વેક્સિન લીધી છે.
આમાંનું 60 ટકા વેક્સિનેશન પાલિકાના રસી કેન્દ્રો તથા 40 ટકા જુલાઇથી શરૂ કરાયેલી સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી) ઝુંબેશ હેઠળ કરાયું છે.
ઉલ્લેખનીય છે કે કોવિડની શરૂઆતમાં જ ધારાવી હોટસ્પોટ બન્યું ત્યારથી જ તે મુંબઇ મહાનગર પાલિકા તેમજ રાજ્ય સરકાર માટે સૌથી વધુ ગંભીર ચિંતાનો વિસ્તાર રહ્યો છે.
