હવામાન ખાતાના જણાવ્યાનુસાર હાલ નૈઋત્યનું ચોમાસુ આખા કોંકણ, ગોવા, મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર ગુજરાતના સૌરાષ્ટ્ર તથા કચ્છમાં અતિ સક્રિય થયું છે.
આવાં સાનુકુળ પરિબળોની વ્યાપક અસરથી આગામી ચાર દિવસ મુંબઇ સહિત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં ભારેથી અતિભારે (યલો-ઓરેન્જ એલર્ટ) વર્ષા થાય તેવી શક્યતા છે.
આવતા 24 કલાક માટે રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં ભારે તોફાની વર્ષા(રેડ એલર્ટ) ની સંભાવના છે.
સાથે જ હવામાન ખાતાએ એવી ચેતવણી પણ આપી છે કે 13થી 16, જુલાઇ દરમિયાન મહારાષ્ટ્રના દરિયા કિનારે 45-55 કિલોમીટરની તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની શક્યતા પણ છે.
પવનની ગતિ વધીને 65 કિલોમીટરની પણ થવાની સંભાવના હોવાથી માછીમારોએ આ દિવસો દરમિયાન સમુદ્રમાં માછીમારી માટે ન જવું