ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
દેશમાં તહેવારો દરમિયાન આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ બનાવવાની દિશામાં વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.
મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની સંયુક્ત ટીમે શહેરના જોગેશ્વરી વિસ્તારમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે.
જોકે મહારાષ્ટ્ર એટીએસએ પકડાયેલા આરોપી વિશે વધારે માહિતી આપી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે તે આતંકીના દિલ્હી મોડ્યુલનો સભ્ય છે. ભૂતકાળમાં દિલ્હીમાં 6 આતંકવાદીઓ ઝડપાયા હતા.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા આ આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે. અત્યાર સુધીની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે આ આતંકવાદીઓ સંસદ પરના હુમલા (13 ડિસેમ્બર, 2001) જેવા કાવતરાની યોજના બનાવી રહ્યા હતા.
ટ્વિટરને ટક્કર આપનાર ભારતીય કંપની 'કુ' ની ક્વીન બની ગઈ કંગના રણોત… આટલા ફોલોઅર્સ બન્યા
