Site icon

મુંબઈમાં બની ચોંકાવનારી ઘટના… શાળાના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા..

Pakistan Zindabad slogans in Bhiwandi

મુંબઈમાં બની ચોંકાવનારી ઘટના… વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા..

News Continuous Bureau | Mumbai

ભિવંડીમાં માય સ્કૂલના સંગઠન વતી વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં એક ચોંકાવનારી ઘટના બની. આ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જે બાદ અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે વિરોધ કરી રહેલા 19 વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લીધા હતા.

Join Our WhatsApp Community

ભાષણ આપતી વખતે સૂત્રોચ્ચાર

છેલ્લા 3 દિવસથી ભિવંડીમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને માય સ્કૂલ સંગઠનનો સહયોગ મળ્યો છે. આ વિદ્યાર્થીઓએ તેમની માંગણીઓ સ્વીકારવા માટે મહાનગરપાલિકા સામે ધરણા કર્યા હતા. પરંતુ આ વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીએ ભાષણ આપ્યું અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. આ પછી અહીં અફડાતફડી મચી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023 : 2023 વર્લ્ડ કપ માટે 20 ક્રિકેટર્સને કરાયા શોર્ટલિસ્ટ, જાણો સંભવિત ખેલાડીઓમાં કોણ કોણ છે..

19 લોકો પોલીસ કસ્ટડીમાં

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં 14 પુરુષો અને 5 મહિલાઓ સહિત 19 લોકોની અટકાયત કરી છે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version