Site icon

ગોવા જવાનો છો? કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ શકો છો. મુંબઈ-ગોવા હાઈવે રોજ આટલા કલાક રહેવાનો છે બંધ.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મુંબઈથી કોંકણ (Mumbai to konkan)અથવા ગોવા(Goa) ફરવા જનારાઓને માટે મહત્વના સમાચાર છે. મુંબઈ-ગોવા હાઈવે(Mumbai-Goa)પર ચિપલુણ તાલુકાના પરશુરામ ઘાટ (Parshuram Ghat)પરનો ટ્રાફિક 20 એપ્રિલથી દરરોજ બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવવાનો છે. પ્રશાસન દ્વારા અહીં ઘાટનું સમારકામ કરવામાં આવવાનુ છે. તેથી રોજનો પાંચ કલાક આ હાઈવે ટ્રાફિક (Highway closed)માટે બંધ રહેશે. તેથી કલાકો સુધી ટ્રાફિક (Traffic)માં ફસાવવાની નોબત આવી શકે છે.

ઉનાળાના વેકેશન(Summer Vacation)માં ગોવા તથા કોંકણ તરફ ફરવા જનારા લોકોને આ બ્લોકને કારણે ટ્રાફિકમાં ફસાઈ જવાની શક્યતા છે. તેથી બ્લોકના સમયના હિસાબે નીકળવાની સલાહ પણ સ્થાનિક પ્રશાસને આપી છે. તાજેતરમાં સ્થાનિક કલેકટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં કલેકટર ડો. બી. એન. પાટીલ, જિલ્લા પોલીસ તથા નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓએ પરશુરામ ઘાટ દરરોજ 5 કલાક બંધ રહેશે  એવી જાહેરાત કરી હતી.

હાઈવે પર ભૂસ્ખલન અટકાવવા અને ફોર-લેનિંગ માટે ચાલી રહેલા પહોળા કામને વેગ આપવા માટે 20 એપ્રિલથી બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ટ્રાફિકને સ્થગિત કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને મળ્યું લોંગ વીકેન્ડ પરંતુ ટુરીસ્ટ કેબ અને બસો ખાલી. જાણો કેમ?

ચોમાસું(Monsoon) નજીક છે. ઘાટમાં ભારે વરસાદ(Heavy rain)ને કારણે વાહનવ્યવહાર(Transportation) ખોરવાઈ ન જાય તે માટે હવેથી ઘાટનું કામ ઝડપી ગતિએ પૂર્ણ કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘાટ રોડ પર માટીનો મોટો જથ્થો દૂર કરવા રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં કેરીની હેરફેરની સિઝન છે. પરંતુ બપોરના સમયે કેરીની હેરફેર થતી નથી. તેથી બપોરના સમયે રસ્તો બંધ રાખવાનું આયોજન કરાયું છે. સત્તાવાળાઓને ઘાટમાં કામ ઝડપી બનાવવા માટે ખોદકામ કરનારાઓની સંખ્યા વધારવા સૂચના આપવામાં આવી છે. 

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Exit mobile version