Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉન છતાં ફી વસુલનાર શાળાઓની ખેર નથી.. મુંબઈના વાલીઓ હાઇકોર્ટમાં ઘા નાખશે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 સપ્ટેમ્બર 2020

મહારાષ્ટ્ર માં શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ ના વાલી પાસે ફી ઉઘરાવવામાં આવી રહી છે. આના વિરુધ્ધ મુંબઇ અને આજુબાજુની 15 શાળાઓના માતા-પિતાએ હાઇકોર્ટ માં ઘા નાંખવાનું નક્કી કર્યું છે.  લોકડાઉનને કારણે શાળાની સ્થગીત પ્રવૃત્તિઓ માટે ફી ચાર્જ ન લેવાની માંગ શાળા સમક્ષ કરી રહયાં છે.. સોમવારે 20 થી વધુ શાળાઓના વાલીઓએ સિટી એનજીઓ ફોરમ ફોર ફેરનેસ ઇન એજ્યુકેશનના છત્ર હેઠળ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. “બધી સ્કૂલોમાં વિવિધ ફી સ્ટ્રક્ચર્સ હોવાને કારણે, અમે માતા-પિતાને સલાહ આપી છે કે તેઓને વ્યક્તિગત અરજીઓ હાઇકોર્ટમાં ફાઇલ કરો. લોકડાઉન દરમિયાન ફી વસૂલવા અથવા ફી વધારવા અંગેના વિભાગના આદેશને રોકવામાં આવ્યો છે, ત્યારે શાળાઓ રાજ્યના કેપ્ટેશન ફી અધિનિયમ મુજબ મંજૂરી ન આપતા વિવિધ હેડ હેઠળ ચાર્જ વસૂલતી હોય છે. માતા-પિતા આ કાયદાની જોગવાઈઓ હેઠળ રાહત મેળવી શકે છે." એમ ઉપરોકત ફોરમ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી હતી..

ઘણાં માતાપિતાએ દાવો કર્યો હતો કે શાળાઓ એ ફી ચુકવણી માટે ડેડ લાઈન આપી હતી અને એ સમય દરમ્યાન ફી ન ભરાતા વિદ્યાર્થીઓને ઓનલાઇન વર્ગો મા બેસવાની ના પાડવામાં આવી હતી. કેટલીક શાળાઓ માતા-પિતાને ફી માં રાહત આપવાને બદલે ઇ-લર્નિંગ માટે ગેજેટ્સ ખરીદવા દબાણ કરે છે, એમ એક માતા-પિતાએ જણાવ્યું હતું. નામ ન આપવાની શરતે એક વાલીએ એમ પણ કહ્યું હતું કે, "કેટલીક શાળાઓ સેલેરી સ્લીપ અથવાતો ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા નાણાકીય રેકોર્ડની માંગ કરી રહયાં છે." આમ વિવિધ પ્રકારની કનડગતથી કંટાળી વાલી ઓ હાઇકોર્ટ નો દરવાજો ખખડાવવા જઈ રહ્યાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version