Site icon

મુંબઈમાં પાર્કિંગની સમસ્યાથી પરેશાન છો- આ એપ્લિકેશનની મદદથી બસ ડેપો અને બીએમસીની જગ્યામાં પાર્કિંગ મેળવો

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) વધતી જતી વાહનોની સંખ્યા સામે પાર્કિંગની(Parking problems) મોટી સમસ્યા છે. ત્યારે હવે મુંબઈ મહાનગરપાલિકા(BMC) સંચાલિત બેસ્ટ (BEST) ઉપક્રમ મુંબઈવાસીઓ માટે પોતાના ડેપોની(Depot) જગ્યામાં “વેલેટ પાર્કિંગ”(Valet parking)ની સગવડ આપવાની છે.

Join Our WhatsApp Community

આગામી 7 ઓગસ્ટના બેસ્ટના મહાનગરપાલિકામાં  વિલિનીકરણને 75 વર્ષ થવાના છે. બેસ્ટ દ્વારા 'અમૃત મહોત્સવ' (Amrit Mohotsav) ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. તેના અનુસંધાનમાં 'પે એન્ડ પાર્ક'(Pay and Park') યોજનાને કોમ્પ્યુટરાઈઝ(Computerized) કરવામાં આવી રહી છે. તેમજ 'વેલેટ પાર્કિંગ’નો નવો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. જેના દ્વારા નાગરિકો સરળતાથી માહિતી મેળવીને બસ ડેપો(Bus Depot)  અને બસ સ્ટોપના(Bus stop) વિસ્તારમાં પોતાના વાહનો પાર્ક(Vehicle park) કરી શકશે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર- હવે વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઈન માટે અલગ પાસ નહીં કઢાવવો પડે- આ છે યોજના

મુંબઈમાં રસ્તાઓ પર અનધિકૃત પાર્કિંગ(Unauthorized parking) ઘટાડવા અને રસ્તાઓને ટ્રાફિક(Road traffic) માટે મુક્ત બનાવવા માટે, બેસ્ટ દ્રારા 2019 થી 'પે એન્ડ પાર્ક' યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દિવસ દરમિયાન ખાલી રહેલા બસ ડેપો અને બસ સ્ટેન્ડની ખાલી જગ્યાઓમાં વાહનો પાર્ક કરવાની સુવિધા આપવામાં આવી છે. હવે પોતાના અમૃત મહોત્સવ નિમિત્તે 7મી ઓગસ્ટ 2022થી વેલેટ પાર્કિંગ નો નવો કોન્સેપ્ટ  શરૂ કરી રહી છે.

“પાર્ક+”તરીકે ઓળખાતી કંપની દ્વારા આ યોજનાનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. પાર્ક એપની મદદથી વાહન માલિકો મુંબઈમાં ડેપોમાં ઉપલબ્ધ પાર્કિંગની જગ્યા(Parking place) વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે. આનાથી વાહન માલિકો(Vehicle owner) તેમની પસંદગીના સ્થળે અગાઉથી સીટ રિઝર્વ કરી શકે છે. 'પાર્ક એપ' વડે વાહન માલિક પાર્કિંગ ફી ડિજિટલ*Parking fee) રીતે ચૂકવી શકશે.

વેલેટ પાર્કિંગની આ વ્યવસ્થામાં વાહન માલિકો બસ ડેપોના પ્રવેશદ્વાર પર વાહન મુકશે અને ત્યાંથી બેસ્ટ પાર્ક+ વતી ઉપરોક્ત વાહન ડેપોમાં પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

વેલેટ પદ્ધતિમાં ચાર્જિંગ બે કલાક માટે કોઈપણ પ્રકારના વાહન માટે 100 રૂપિયા હશે. બે કલાક પછી દરેક કલાક અથવા તેના ભાગ માટે 30 રૂપિયા વધારાના રહેશે.

સેલ્ફ  પાર્કિંગ(Self parking) સુવિધામાં ટુ વ્હીલરને(Two Wheeler) એક કલાક સુધી- રૂ.20, 3 કલાક સુધી- રૂ.25, 12 કલાક સુધી – રૂ.30, 12 કલાકથી વધુ: રૂ.35, 12 કલાક માટે માસિક પાસ રૂ. 660 ચૂકવવા પડશે.

થ્રી વ્હીલર(Three wheeler), ફોર વ્હીલર(For wheeler), રિક્ષા, ટેક્સી માટે એક કલાક સુધી રૂ. 30, 3 કલાક સુધી રૂ.40, 12 કલાક સુધી રૂ.70,  12 કલાકથી વધુ: રૂ.80, 12 કલાક માટે માસિક પાસઃ રૂ.1 હજાર ચૂકવવા પડશે.

ટ્રક,ટેમ્પોને એક કલાક સુધી રૂ.55, 3 કલાક સુધી  90 રૂપિયા, 12 કલાક સુધી- રૂ.165, 12 કલાકથી ઉપર રૂ.205, 12 કલાક માટે માસિક પાસઃ રૂ.3630 ચૂકવવા પડશે.

બસો અને સ્કૂલ બસ વાહનોને એક કલાક સુધી  રૂ.60, 3 કલાક સુધી રૂ.95, 12 કલાક સુધી  રૂ.175, 12 કલાકથી વધુ રૂ.215, 12 કલાક માટે માસિક પાસ રૂ.2000 રહેશે.
 

Sheetal Devrukhakar Sheth: આદિત્ય ઠાકરેના ‘જમણા હાથ’ સમાન શીતલ દેવરુખકરનો છેડો ફાડ્યો! ૨૨ વર્ષ જૂનો સંબંધ તોડી ભાજપમાં જોડાશે
Borivali: બોરીવલીમાં સીધો જંગ વોર્ડ 15માં જિજ્ઞા શાહ અને જસજયશ્રી બંગેરા વચ્ચે ટક્કર; કોઈ અપક્ષ ઉમેદવાર મેદાનમાં નહીં
Kokilaben Dhirubhai Ambani Hospital: કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે ભારતની પ્રથમ ક્રોસ-બોર્ડર રિમોટ રોબોટિક સર્જરી કરી, દર્દીઓ મુંબઈમાં અને સર્જન શાંઘાઈમાં હતા અને તેમની વચ્ચે 5,000 કિમીથી વધુનું અંતર હતું
BJP Candidate List: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી 2026: ભાજપે 136 ઉમેદવારોની યાદી જાહેર કરી; ઠાકરે જૂથ સામે મજબૂત ઉમેદવારો મેદાનમાં.
Exit mobile version