Site icon News Continuous Bureau | Mumbai

જો કોરોના નો રિપોર્ટ નહીં મળે તો હોસ્પિટલમાં એડમિશન ક્યાંથી મળશે? મુંબઈ શહેર માં લોકો લાચાર…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ મહાનગરપાલિકા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર થકી તમામ હોસ્પિટલ ને એક વાત સ્પષ્ટ કહી દીધી છે કે મુંબઈ મહાનગરપાલિકાની પરવાનગી વિના કોરોના ના કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં એડમિસન આપવું નહીં. આ ઉપરાંત હોસ્પિટલ માં એડમિશન માટે કોરોના નો પોઝિટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.

જોકે બીજી તરફ ખાનગી લેબોરેટરીમાં કોરોના નો રિપોર્ટ આવતા બે થી ત્રણ દિવસ જેટલો સમય લાગી રહ્યો છે અને તેટલા સમયમાં દર્દીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે તેમ છે. આ આખી પરિસ્થિતિને કારણે કેટલાય દર્દીઓને તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ રિપોર્ટ ન હોવાને કારણે તેઓ સાબિત નથી કરી શકતા કે તેમને કોરોના છે. બીજી તરફ લેબોરેટરી પર વધારે પડતો બોજો આવી જવાને કારણે તેઓ ઝડપથી કોરોના રિપોર્ટ નથી આપી શકતા. આ પરિસ્થિતિમાં લોકો છાતીનો એક્સરે કઢાવીને તેમજ સીટી સ્કેન કરાવીને તેના આધારે અલગ અલગ હોસ્પિટલમાં એડમિશન લઈ રહ્યા છે.

કોરોના આ સંદર્ભે કેન્દ્ર સરકારનો મહારાષ્ટ્ર પર જોરદાર ઠપકો. લખાણમાં આપ્યું કે મહારાષ્ટ્ર સરકારે શું નથી કર્યું. જાણો વિગત.

મહારાષ્ટ્ર સરકારે આ ગંભીર ની નોંધ લઇને કોઇ પગલાં લેવા જોઈએ તેવું મુંબઈ વાસીઓ નું માનવું છે.

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version