મુંબઈ શહેરમાં કોરોના મહામારીની બીજી લહેર હવે ધીમે ધીમે નિયત્રંણમાં આવી રહી છે.
કોરોના દર્દીઓની સારવાર માટે સ્થાપિત જમ્બો કોવિડ સેન્ટર્સ અને સેવન હિલ હોસ્પિટલના કુલ પથારીમાંથી માત્ર 10 ટકા પલંગ ભરેલા છે. એટલે કે હાલ 90% બેડ ખાલી છે
આ માહિતી મ્યુનિસિપલ એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આપી હતી.
જોકે કોરોના કાબુમાં આવી ગયો હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રીજી લહેરને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ કોરોના દર્દીઓની સારવાર માટે 6 જમ્બો કોવિડ સેન્ટરો બનાવ્યા હતા. જેમાં દર્દીઓની સંખ્યા ઓછી હોવાને કારણે સાવચેતી રૂપે ચક્રવાતી વાવાઝોડ તાઉતે પહેલાં ત્રણ જમ્બો કોવિડ સેન્ટરો બંધ કરાયા હતા.
