Site icon

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી ખાનગી વેક્સિનેશન સેન્ટરને થશે હવે બખ્ખા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈમાં લોકલ ટ્રેનમાં વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને જ પ્રવાસ કરવા મળવાનો છે. એથી હવે વેક્સિનેશન સેન્ટરમાં લાંબી લાઇનો લાગવા માંડી છે. જોકે મુંબઈ મનપા સહિત સરકારી કેન્દ્રમાં વેક્સિનની અછત  હોવાથી મોટા ભાગે આ સેન્ટર બંધ હોય છે. એથી નાગરિકોએ ખાનગી વેક્સિનેશન સેન્ટર તરફ દોટ મૂકી રહ્યા છે.

વેક્સિનના બન્ને ડોઝ લીધેલી વ્યક્તિ જ લોકલમાં પ્રવાસ કરી શકશે. એથી અત્યાર સુધી પાલિકા અને સરકારી સેન્ટરમાં મફતમાં વેક્સિન મળે એની રાહ જોઈ રહેલા નાગરિકો હવે વેક્સિન લેવા ઉતાવળિયા થઈ ગયા છે. વેક્સિનેશન સેન્ટર પર રાતથી જ લોકો લાંબી લાઇનમાં ઊભા રહી જતા હોવાનું દેખાઈ રહ્યું છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને જોકે પાલિકા અને સરકારી સેન્ટરમાં આવતા લિમિટેડ વેક્સિનના સ્ટૉકને કારણે વેક્સિન લીધા વગર પાછા જવું પડી રહ્યું છે.

તો શું નોકરિયાત વર્ગને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા નહીં મળે? મુંબઈમાં નોકરિયાત વર્ગનું ફક્ત બે ટકા જ રસીકરણ; જાણો વિગત

અત્યાર સુધી ખાનગી હૉસ્પિટલમાં પૈસા આપીને લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા હતા. એને કારણે અનેક ખાનગી હૉસ્પિટલમાં વેક્સિનનો સ્ટૉક એમ જ પડી રહ્યો હતો. અમુક ખાનગી હૉસ્પિટલમાં વેક્સિનની એક્સ્પાયરી ડેટ નજીક આવી હોવાથી વપરાયા વગરની પડી રહેલી વેક્સિનને કારણે હૉસ્પિટલવાળા ટેન્શનમાં આવી ગયા હતા, પરંતુ સરકારની વેક્સિનના બન્ને ડોઝ લેનારાને જ ટ્રેનમાં પ્રવેશ મળશે એવી જાહેરાતથી લોકોએ હવે પૈસા ખર્ચીને પણ વેક્સિન લેવા દોડ મૂકી છે. એથી ખાનગી વેક્સિનેશન સેન્ટરમાં હવે તડાકો બોલાઈ જવાનો છે.

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version