કોરોનાની રસીના બન્ને ડૉઝ લેનારને લોકલ ટ્રેનમાં સફર કરવાની છૂટ આપવાની માગણીને કૉંગ્રેસના આગેવાન અને દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય મિલિન્દ દેવરાએ પણ ટેકો આપ્યો છે.
મિલિન્દ દેવરાએ કહ્યું કે અત્યારે મુંબઈમાં દસ ટકા લોકોએ રસીના બન્ને ડૉઝ લીધા છે જ્યારે 33 ટકા લોકોએ એક ડૉઝ લીધો છે.
જો રસીના બન્ને ડૉઝ લેનારને લોકલમાં સફર કરવાની છૂટ અપાશે તો રસીકરણની ઝુંબેશને પણ વેગ મળશે.
તાજેતરમાં ભારત મર્ચન્ટ્સના ટ્રસ્ટી અને વેસ્ટર્ન રેલવે ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટીના સભ્ય રાજીવ સિંગલે પણ આ માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ લોકલ ટ્રેનોમાં આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારી અને મેડિકલ સ્ટાફને સફર કરવાની છૂટ છે.
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા મુંબઈગરાના જાતજાતના તિકડમ, 60 ટકા નકલી આઇ-કાર્ડ; જાણો વિગત
