Site icon

મુંબઈ ઍરપૉર્ટ ભગવાન ભરોસે : ઍરપૉર્ટના રનવે પર બની આ દુર્ઘટના, ઍરપૉર્ટ અને પોલીસ પ્રશાસન થયું દોડતું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 13 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશના અત્યંત વ્યસ્ત ગણાતા મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટના રનવે પરથી પેટ્રોલ ભરેલી બોટલ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. 

સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના ગણાતા મુંબઈ ઍરપૉર્ટની સુરક્ષાની જવાબદારી  સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF) સંભાળે છે. બુધવારના મોડી રાતના  CISFના સિક્યૉરિટી ઑફિસર ઍરપૉર્ટના રનવે પરિસરની તપાસ કરી રહ્યા હતા, એ દરમિયાન રનવે પરિસરમાં બાઉન્ડરી પરિસરમાં કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા પેટ્રોલ ભરેલી બોટલ ફેંકવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું.  અધિકારીએ કન્ટ્રોલરૂમને જાણ કરીને સિક્યૉરિટીને એલર્ટ કરી હતી.

મુંબઈમાં હવે ઓનલાઇન વેરિફિકેશન દ્વારા રેલવે પાસ ખરીદી શકાશે. કઈ રીતે? જાણો અહીં.

તાત્કાલિક બૉમ્બ ડિટેક્શનની ટીમ આવી પહોંચી હતી. તેણે પેટ્રોલ ભરેલી બોટલને ડિસ્પોઝ કરી હતી. આ દરમિયાન જોકે ફ્લાઇટોના શેડ્યુલને કોઈ અસર થઈ નહોતી. આ બનાવ બાદ સ્થાનિક પોલીસે તુરંત ઍરપૉર્ટની આજુબાજુના પરિસરમાં આવેલી ઝૂંપડપટ્ટી પરિસરમાં તપાસ ચાલુ કરી દીધી હતી. જોકે કંઈ હાથમાં લાગ્યું નહોતું.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version