Site icon

લો બોલો-બોરીવલીના કોરા કેન્દ્ર ફ્લાયઓવરનું પ્રકરણ હવે કોર્ટમાં- ખર્ચામાં 50 ટકા વધારા સામે કોર્ટમાં જનહિતની અરજી

News Continuous Bureau | Mumbai 

બોરીવલી(વેસ્ટ)માં(Borivali (West)) કોરાકેન્દ્ર ફ્લાયઓવરને(Korakendra flyover) લઈને ઊભો થયેલો વિવાદ થમવાનું નામ જ લેતો નથી. પુલનું કામ લગભગ પૂરું થઈ ગયું છે પરંતુ હજી સુધી તે ખુલ્લો મુકાયો નથી ત્યાં તેના ઉદ્ઘઘાટનથી(inauguration) લઈને તેને બાંધવામાં થયેલા વધારાના ખર્ચાને લઈને વિવાદ વધી ગયો છે. ફલાયઓવરના બાંધકામનો(Flyover construction) ખર્ચ 50 ટકાથી વધી ગયો હોવાના દાવા સાથે કોર્ટમાં મુંબઈ મહાનગરપાલિકાના(BMC) વિરોધમાં જનહિતની અરજી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ પુલનું કામ લગભગ પૂરું થયું હોવાથી વાહન વ્યવહાર(Transportation) માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને(Chief Minister Uddhav Thackeray) હસ્તે આગામી દિવસોમાં ખુલ્લો મુકાવાનાની શક્યતા છે. આ પુલના ઉદ્ઘાટનમાં વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) આમંત્રણ આપવાને લઈને હાલ ભાજપ-શિવસેના(BJP-Shivsena) સામ-સામે થઈ ગયા છે અને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં હવે ફ્લાયઓવરનું પ્રકરણ કોર્ટ સુધી પહોંચી ગયું છે. 

બોરીવલી ઈસ્ટ અને વેસ્ટના જોડતા આ ફ્લાયઓવરને કારણે એસ.વી. રોડ પર થનારી ટ્રાફિકની સમસ્યાથી(traffic problem) છૂટકારો મળવાનો છે. બોરીવલી વેસ્ટમાં આર.એમ.ભટ્ટ માર્ગ (R. M. Bhatt Marg) અને એસ.વી. રોડ જંકશન અને કલ્પના ચાવલા ચોક(Kalpana Chawla Chowk) વચ્ચે બાંધવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : ડૂબી રહ્યું છે સપનાનું શહેર મુંબઇ-દરીયાના વધી રહેલા સ્તરે ઊભી કરી નવી ચિંતા- રિસર્ચમાં થયો મોટો ખુલાસો-જાણો વિગતે 

પુલનું બાંધકામ નવેમ્બર 2018માં ચાલુ કરવામાં આવ્યું હતું. 22 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, પરંતુ પુલના વિસ્તારીકરણને કારણે કામ લંબાતુ ગયું હતું અને તેના નિર્માણનો ખર્ચ પણ 50 ટકાથી વધી ગયો છે. ત્યારે આ પુલનું કામ બ્લેકલિસ્ટેડ કોન્ટ્રેક્ટરને(blacklisted contractor) આપવામાં આવ્યો હોવાના આરોપ સાથે સામાજિક કાર્યકર્તા વિકી વાઘમારેએ હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરી છે. કોઈ નવા ટેન્ડર બહાર પાડ્યા વગર પુલનું વિસ્તારીકરણનું કામ કરવામાં આવ્યું હોવાનો તેમણે અરજીમાં આરોપ કર્યો છે.

કોર્ટે પાલિકાને આ બાબતે સોગંદનામું નોંધવાનો આદેશ આપ્યો છે અને 12 જુલાઈ પર સુનાવણી મોકૂફ રાખી છે.
 

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version