News Continuous Bureau | Mumbai
ઉત્તર મુંબઈ મા ભાજપે કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ ને લોકસભા ૨૦૨૪ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ઉત્તર મુંબઈની છ વિધાનસભામાં શ્રી પિયુષ ગોયલ વિભિન્ન સમાજ, વર્ગ, ધાર્મિક સંપ્રદાય, મંડળ, અને ભાજપ પરિવારના દરેક ઘટક સાથે સભા,બેઠકો, મેળાવડા કરી રહ્યા છે.
આજે ઉત્તર મુંબઈના બોરીવલી પૂર્વ ખાતે ધર્મપત્ની સાથે નવા નિવાસમાં ગ્રહ પ્રવેશ કરી ચૈત્રી નવરાત્રિ અને હિન્દુ નવ વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી, ભાજપ અધ્યક્ષ ગણેશ ખનકર પણ ઉપસ્થિત હતા.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આટલા ઉમેદવારો લડશે ચૂંટણી.
પ્રસાર માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા માટે આપણે સહુ આજના શુભદિને કટિબદ્ધ થઈએ.
ગૃહપ્રવેશ કર્યા બાદ ઉત્તર મુંબઈની દહિસર હિન્દુ નવવર્ષ શોભાયાત્રામાં પિયુષ ગોયલ સામેલ થયા. બોરીવલી હિન્દુ નવવર્ષ શોભાયાત્રામાં સામેલ થઈ બોરીવલી પશ્ચિમ ખાતેના વજીરા વિસ્તારના પ્રખ્યાત ગણપતિ બાપ્પાના દર્શન કરી તેઓએ સ્થાનિક ગ્રામસ્થ રહેવાસીઓ સાથે સંવાદ સ્થાપ્યો તેમજ ગુડી પડવાની શુભેચ્છા આપી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.