Site icon

પ્લૅટફૉર્મ ટિકિટના દર ફરી વધી ગયા, જાણો નવી કિંમત અને નિયમો અહીં..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

શુક્રવાર

કોવિડ-19ની વેક્સિનના બંને ડોઝ લેનારાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે દિવસે ને દિવસે ટ્રેનોમાં ભીડ વધી રહી છે. સાથે જ ટર્મિનસ પર પણ લોકોની ભીડ વધી રહી છે. કોરોનાની ઉપાધિ હજી ટળી નથી. એથી પ્લૅટફૉર્મ ઉપર થતી ગરદીને રોકવા માટે રેલવે પ્રશાસન મુંબઈ વિભાગના પ્લૅટફૉર્મ ટિકિટના દર વધારવાની છે. એ મુજબ લોકમાન્ય ટિળક ટર્મિનસ, દાદર, કલ્યાણ, થાણે અને પનવેલ સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટના દર હાલ 10 રૂપિયા છે, એ 50 રૂપિયા થશે.

મેલેરિયા સામે લડતી વિશ્વની પ્રથમ રસીને WHOની મંજુરી, હવે દર વર્ષે બચશે આટલા લાખ લોકોના જીવ; જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોવિડને પગલે પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું બંધ જ કરવામાં આવ્યું હતું. અત્યારે પણ વેક્સિનના બંને ડોઝ લઈને 14 દિવસ બાદ જ રેલવેમાં પ્રવાસની મંજૂરી છે. પરંતુ પ્લૅટફૉર્મ ટિકિટ આપવામાં આવતી નહોતી, એને કારણે ટર્મિનસ પર બહારગામની ટ્રેન પકડવા જતાં મહિલા, સિનિયર સિટીઝન્સ તથા દિવ્યાંગોને બહુ તકલીફ થતી નથી. જોકે હવે પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું શરૂ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ એના દર વધારી દેવામાં આવ્યા છે.

Mumbai Traffic Alert!: સેમીફાઈનલના જંગને લીધે દક્ષિણ મુંબઈના રસ્તાઓ થશે જામ; વાનખેડે જતાં પહેલાં જાણી લો કયા રસ્તાઓ રહેશે બંધ..
Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
Exit mobile version